________________
તત્વ-દર્શન
૬ ૦૯-૬૧ ૦.
૧૯૩ કોઈ મોટા તળાવમાં પાણીને આવવાનાં રસ્તા બંધ કરી દેવામાં આવે તો બાકીનું પાણી ઉલેચાઈને ખલાસ થઈ જાય છે અથવા તાપથી સોસાઈ જાય છે, એવી જ રીતે, સંયમી પુરુષ નવાં કર્મોને આવવાનાં દ્વાર બંધ કરે છે ત્યારે અનેક જન્મોનાં એકત્ર થયેલાં તેનો પુરાણાં કર્મો તપ વડે ખરી પડે છે.
૬ ૧૧.
જે સંવરવિહીન હોય તેને માત્ર તપથી મોક્ષ નહિ મળે. જો સરોવરમાં પાણીનું આગમન ચાલુ હોય તો તે તળાવ કદી પુરું સૂકાશે નહિ.
૬૧ ૨.
અજ્ઞાન આત્મા કરોડો વર્ષે જેટલાં કર્મોનો ક્ષય કરી શકે છે તેટલાં કર્મોનો ક્ષય જ્ઞાનવાન આત્મા મનવચન-કાયાની ગુપ્તિના બળે, એક ક્ષણમાં કરી નાખે
૬૧ ૩.
સેનાપતિ મરાતાં જેમ સેના નાસી જાય છે તેમ મોહનીય. કર્મનો નાશ થતાં અન્ય કર્મોનો પણ નાશ થઈ જાય છે.
૬ ૧૪.
કર્મના મેલથી મુક્ત થયેલો આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી બની લોકાગ્ર પર પહોંચે છે અને અતીન્દ્રિય તથા અનંત સુખમાં મગ્ન બની જાય છે.
૬ ૧૫.
ચક્રવર્તી, ઉત્તરકુરુક્ષેત્રના સુખી યુગલિકોનાગેન્દ્ર, દેવેન્દ્ર કે અનુત્તર લોકના દેવોનું ત્રણ કાળનું સુખ એકઠું કરીએ તેના કરતાં પણ સિદ્ધ આત્માનું એક ક્ષણનું સુખ અનંતગણું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org