________________
તત્ત્વ-દર્શન
૧૧
૬ ૦ ૨.
દરિયામાં રહેલી નાવમાં કાણાં વાટે સતત પાણી ભરાતું રહે છે તેમ, હિંસા વગેરે આસ્રવારોમાંથી આત્મામાં સદા કર્મોનું આગમન થતું રહે છે.
૬ ૦૩.
મન-વચન-કાયાથી કોઈપણ કાર્યમાં જીવના વીર્યગુણનું પરિણમન થાય અને જીવનમાં જે કંપન થાય તેને યોગ કહેવામાં આવે છે.
૬ ૦૪.
જેમ જેમ આત્માનો યોગ ઓછો થતો જાય તેમ તેમ કર્મબંધ ઓછો થતો જાય છે. જ્યારે યોગ બિલકુલ અટકી જાય ત્યારે, દરિયામાં રહેલી છિદ્ર વગરની નૌકામાં પાણી ન આવે, તેમ તેની અંદર કર્મો પ્રવેશતાં નથી.
૬ ૦૫.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આસ્રવનાં હેતુઓ છે. સમ્યત્વ, વિરતિ, વૈરાગ્ય અને યોગરહિતતા આ સંવરના હેતુઓ છે.
જે નોકાના બધાં છિદ્રો બંધ કરી દીધાં હોય તેમાં પાણી. પ્રવેશતું નથી તેમ મિથ્યાત્વ આદિનો અભાવ થતાં કર્મોની સંવર થાય છે.
૬ ૦૭.
સર્વ જીવોને આત્મસમ ગણનાર, સર્વ પ્રત્યે સમ્યગદષ્ટિ રાખનાર અને આસ્રવારોને બંધ કરનાર સંયમવ્રત આત્માને પાપકર્મ લાગતાં નથી.
૬ ૦૮.
મિથ્યાત્વ આસ્રવદ્વાર સમ્મસ્વરૂપ દઢ કમાડથી બંધ થાય છે, અને હિંસા આદિ આસ્રવ દ્વારા વ્રતરૂપી મજબૂત પાટિયાંથી ઢંકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org