________________
તત્ત્વ-દર્શન
૧૮૯
પ૯પ.
આત્મા અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી – આંખ વગેરે ઈન્દ્રિયો તેને ગ્રહણ કરી શકે નહિ. અમૂર્ત હોવાથી તે નિત્ય છે – તેનો નાશ નથી. કર્મબંધનું મૂળ કારણ આત્મામાં રહેલા રાગ-દ્વેષાદિ છે, અને કર્મબંધ સંસારમાં આત્માના પરિભ્રમણનું કારણ છે. રાગાદિયુક્ત આત્મા કર્મોથી બંધાય છે, રાગાદિ રહિત થતાં તે મુક્ત થાય છે. જીવના બંધનનું નિશ્ચયષ્ટિએ સંક્ષેપમાં વર્ણન આટલું જ છે.
પ૯૬.
પ૯૭.
માટે, મોક્ષાર્થી ક્યાંય પણ, લેશ માત્ર રાગ ન કરે; પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસાર-સાગરનો. પાર પામે છે.
પ૯૮.
કર્મ બે પ્રકારનું છે–પુણ્ય અને પાપ; પુણ્ય કર્મનો હેતુ શુભભાવ છે, પાપ કર્મનો હેતુ અશુભ ભાવ છે. જેમાં કષાય મંદ હોય તેને શુભભાવ કહેવાય છે અને કષાય તીવ્ર હોય તેને અશુભ કહેવાય છે. હમેશાં પ્રિયવચન બોલવું, પોતાનું ખરાબ બોલનાર દુર્જનને પણ ક્ષમા કરવી, બધાનાં ગુણ જોવાં– આ મંદકષાયી વ્યક્તિનાં લક્ષણો છે.
પ ૯૯.
૬િ ૦ ૦.
પોતાની બડાઈ હંકવી, પૂજ્ય પુરુષોનાં પણ દોષો જોવાની ટેવ, લાંબા સમય સુધી વેર ચાલુ રાખવું – આ તીવ્રકષાયી વ્યક્તિનાં લક્ષણ છે.
૬ ૦૧.
રાગ-દ્વેષને આધીન અને ઈન્દ્રિયોનો દાસ બનેલો આત્મા, આસ્રવદ્વારોને ખુલ્લાં રાખીને, કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણે રીતે કમને એકઠાં કરતો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org