________________
પ૮૮.
૩૪. તત્વસૂત્ર બધાજ વિવેકહીન જનો દુઃખી છે; મૂઢ લોક અનંત સંસારમાં ખોવાઈ જાય છે.
પ૮૯.
માટે વિવેકી પુરુષીએ અનેક પ્રકારના સંબંધોને બંધન તરીકે ઓળખીને સત્યની શોધ કરવી અને સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવો.
પ૯૦.
તત્ત્વ, પરમાર્થ, દ્રવ્યસ્વભાવ, પર-અપર, ધ્યેય, શુદ્ધ, પરમ–આ બધા શબ્દો એકાWવાચક છે.
પ૯૧..
જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ – આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે.
૫૯ ૨.
જીવનું મુખ્ય લક્ષણ ઉપયોગી છે. જીવ અનાદિ અનંત. છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે તે પોતાના કર્મોનો કર્તા છે અને પોતાના કર્મોનો ભોક્તા છે. (ઉપયોગ = જ્ઞાન અને દર્શનની ક્ષણે ક્ષણે પ્રવર્તી રહેલી ક્રિયા.) જે ક્યારેય સુખ-દુઃખને અનુભવતું નથી, જે પોતાના હિત માટે કે અહિતથી બચવા માટે કશો પ્રયત્ન કરી શકતું નથી તેને જ્ઞાનીઓ અજીવ કહે છે.
પ૯ ૩.
પ૯૪.
પગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ–આટલા પદાર્થો અજીવ છે. એમાંથી પુગલ રૂપી (મૂર્ત) છે - રૂપ-રસ-ગંધ વગેરે ગુણો ધરાવે છે; બાકીના ચાર અમૂર્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org