________________
મોક્ષ માર્ગ
૧૮૩
પ૮ ૨.
આરાધક બનવા માટે સતત અભ્યાસ–અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ. જે સતત અભ્યાસ કરતા રહે છે તેમને માટે આરાધના સુખસાધ્ય બને છે.
પ૮ ૩-૫૮૪.
જેમ રાજપુત્ર હમેશાં વ્યાયામનો અને શસ્ત્રચાલનનો અભ્યાસ કરતો રહે છે, ને તેથી પોતાના શરીરને કેળવીને વશ કરનાર એ રાજપુત્ર યુદ્ધ વખતે કામ કરી શકે છે, એવી જ રીતે સાધુ પણ સતત ચોગાભ્યાસ કરે છે ને તેથી ચિત્તને વશ કરી લીધેલું હોવાથી અંત સમયે તે ધ્યાન કરવા માટે સમર્થ બને છે.
પ૮૫.
હે મુનિ ! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં સ્થાપન કર, તેનું જ ધ્યાન કર, તેમાં જ નિત્ય વિહાર કર, અન્ય પદાર્થોમાં વિહાર કરીશ નહિ.
પ.૮૬.
સંખના સ્વીકારનાર સાધકે આ જન્મનાં સુખાદિ અથવા પરલોકનાં સુખાદિની કામના તજવી, જીવવાની ઈરછા. કે મરવાની ઈચ્છા પણ છોડવી અને સંસારના અશુભ. સ્વરૂપનું ચિંતન કરવું. પારદ્રવ્યની આસક્તિથી દુર્ગતિ થાય છે, સ્વદ્રવ્યની રુચિથી સગતિ થાય છે. એમ જાણીને સ્વદ્રવ્યમાં- આત્મામાં લીન બનો, પરદ્રવ્યથી વિરક્ત બનો.
પ૮ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org