________________
મોક્ષ માર્ગ
૧૭૭
પ.૬ ૨-૫૬ ૩.
કેવળજ્ઞાનરૂપ સૂર્યના કિરણી વડે અજ્ઞાનરૂપી અંધકાર જેમનો નષ્ટ થઈ ગયો છે અને નવ કેવલિલબ્ધિઓ પ્રાપ્ત થતાં “પરમાત્મા” એવું નામ જેમને મળી ચૂક્યું છે, જેમાં ઈન્દ્રિયોની સહાયની અપેક્ષા નથી એવા જ્ઞાનદર્શન જેઓ ધરાવે છે પરંતુ હજી કાયા અને વાણીની પ્રવૃત્તિરૂપ યોગ જેમનો રહ્યો છે એ કેવળી જિનને યોગી. કેવલી નામનું તેરમું ગુણસ્થાન હોય છે એમ આગમમાં. કહેવાયું છે. (નવકેવલિ લબ્ધિઓ સમત્વ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, દાન, લાભ, ભોગ, ઉપભોગ.) આયુષ્યના અંત સમયે કેવળીજિન જ્યારે સૂક્ષ્મયોગને પણ અટકાવી મેરુ જેવી અડોલ અવસ્થાને પામે છે, સકળ આશ્રવોનો નિરોધ કરે છે અને સંપૂર્ણ કમરજથી મુક્ત થઈ જાય છે ત્યારે તેનું અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે.
પ૬૪.
પ૬પ.
(ચૌદમાં ગુણસ્થાને રહેલો) આ આત્મા, આત્માના સહજ ઊર્ધ્વગતિરૂપ ગુણથી તે જ ક્ષણે લોકના અગ્રભાગે પહોંચે છે. આ અશરીરી સિદ્ધ આત્મા સદાને માટે આઠ ગુણથી યુક્ત હોય છે. આઠ પ્રકારના કર્મથી મુક્ત, પરમ શીતળ અવસ્થા (નિર્વાણ)ને પામેલા, નિરંજન, શાશ્વત, અષ્ટગુણધારી, કૃતાર્થ બનેલા સિદ્ધ આત્માઓ લોકાગ્ર પર નિવાસ કરે
૫ ૬ ૬.
૩૩. સંલેખનાસૂત્ર શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર એ સાગર છે. મહર્ષિઓ શરીરરૂપી નૌકાથી સંસાર સાગને પાર કરે
૫ ૬
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org