________________
મોક્ષ માર્ગ
૧૭૧
પ૪૪.
પક્ષપાત ન કરવો, લૌકિક સુખની કામના ન હોવી, સર્વ પ્રત્યે સમભાવ, રાગદ્વેષની અલ્પતા અને મમતાનો અભાવ– આ શુકલેશ્યાનાં લક્ષણ છે.
પ૪પ.
ચિત્તના અધ્યવસાય. શુદ્ધ થાય તો વેશ્યાઓ શુદ્ધ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ કષાયો મંદ થવાથી થાય છે.
પ૪ ૬.
૩૨. આત્મવિકાસસૂત્ર કર્મના ઉદય, ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ વગેરે દ્વારા ઉત્પન્ન થનારા ભાવોના આધારે આત્મવિકાસની વિવિધ અવસ્થાઓ ઓળખી શકાય છે. એ અવસ્થાઓને સર્વજ્ઞોએ “ગુણસ્થાન” તરીકે ઓળખાવી છે. (ઉદય = કર્મ પોતાનું ફળ આપી રહ્યું હોય તે સ્થિતિ. ઉપશમ = અમુક સમય સુધી અમુક કર્મ નિષ્ક્રિય થઈ જાય તે સ્થિતિ. ક્ષય = ભોગવી લેવાથી અથવા અન્ય રીતે કર્મનો નાશ થાય તે. મયોપશમ = જેમાં કોઈ કર્મનો થોડો ક્ષય અને બાકીના હિસ્સાનો ઉપશમ થયો હોય એવી સ્થિતિ.) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી, અયોગ કેવલી–આ ચૌદ ગુણસ્થાન છે. આત્માની તે પછીની અવસ્થા સિદ્ધપણાની છે.
પ૪૭-૫૪૮.
૫૪ ૯.
તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. તેના ત્રણ પ્રકાર છે સાં શયિક, અભિગૃહીત, અનભિગૃહીત. (સાંશયિક = શંકાત્મક અભિગૃહીત = અસત્યને સત્ય સમજી લેવું. અનભિગૃહીત = સત્યાસત્યનો કોઈ વિચાર જ ન હોવો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org