________________
મોક્ષ માર્ગ
૫૩૭-૫૩૮.
૫૩૯.
૫૪૦.
૫૪૧.
૫૪૨.
૫૪૩.
Jain Education International
૧૬૯
છ પ્રવાસીઓ વનમાં ભૂલા પડ્યા. ભૂખ્યા થયેલ એ પ્રવાસીઓએ ફળથી લચી પડેલું એક વૃક્ષ જોયું. છમાંથી દરેકને જુદો જુદો વિચાર આવ્યો : ૧- આખું ઝાડ મૂળસહિત ઊખેડીએ અને ફળ ખાઈએ. ૨- થડમાંથી આખું ઝાડ કાપી લઈએ. ૩- મોટી મોટી ડાળીઓ ફાપીએ. ૪- ફળવાળાં ડાળખાં જ કાપી લઈએ. ૫ફળો જ તોડી લઈએ. ૬- ઝાડ નીચે પડેલાં ફળો જ પૂરતાં છે. આ છ માણસોના વિચાર એ છ લેયાધારક વ્યક્તિના વિચાર, ઉચ્ચાર અને વર્તનનાં ઉદાહરણ છે.
અતિ ઉગ્ર ક્રોધ, વેરની ગાંઠ વાળવી, ઝઘડાળુ સ્વભાવ, ધર્મ અને દયાનો અભાવ, દુષ્ટતા, કોઈ રીતે સમજવું નહિ આ કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ છે.
-
આળસ, બુદ્ધિહીનતા, અણઆવડત, વિષયલોલુપતા આ નીલ લેશ્યાનાં લક્ષણ છે.
રીસ, બીજાની નિંદા, બીજાના વાંક કાઢવાની ટેવ, શોક અને ભય વધુ પ્રમાણમાં હોવાં, કાર્ય-અકાર્યનો વિવેક ન હોવો આ કાપોત લેશ્યાનાં લક્ષણ છે.
-
કાર્ય-અકાર્યનો વિવેક, હિત-અહિતની સમજણ, તટસ્થતા, દયા, દાન, નમ્રતા—આ તેજોલેશ્યાનાં લક્ષણ છે.
ત્યાગની વૃત્તિ, સરળતા, વ્યવહારશુદ્ધિ, નિષ્કપટતા, ખૂબ સહિષ્ણુતા, સાધુ અને વડીલો પ્રત્યે આદરઆ પદ્મ લેશ્યાનાં લક્ષણ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org