________________
મોક્ષ માર્ગ
પ૨૫.
૧૬૫ (ધર્મ.) જન્મ-જરા-મરણના પ્રવાહમાં તણાતા જીવો માટે ધર્મ જ દરિયા વચ્ચેના દ્વીપ સમાન છે, આધાર છે, આશરો છે અને શ્રેષ્ઠ શરણ છે.
પર ૬.
(બોધિદુર્લભતા.) માનવજન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, ક્ષમા, તપનો માર્ગ સમજાય. એવું ધર્મશ્રવણ દુર્લભ છે.
પ ૨૭.
કોઈક રીતે ધર્મશ્રવણની પ્રાપ્તિ થઈ જાય તો તેના પર શ્રદ્ધા જાગવી મહાદુર્લભ છે. સત્યમાર્ગને સાંભળ્યા પછી પણ ઘણાંયે તેનાથી વિમુખ થઈ જાય છે.
પ૨૮.
ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી આચરણ માટે પુરુષાર્થ થવો દુર્લભ છે. કેટલાંય લોકો એવા હોય છે કે ધર્મ પર પ્રેમ હોવા છતાં તેનું પાલન કરતા નથી.
પર ૯.
ભાવનાયોગથી શુદ્ધ બનેલો આત્મા એટલે જાણે જળમાં રહેલી નૌકા, કાંઠે પહોંચેલી નાવડીની જેમ એ આત્મા સર્વ દુઃખોને પેલે પાર પહોંચે છે.
૫ ૩૦.
બાર ભાવનાઓ એ પચ્ચખાણ છે, એ પ્રતિક્રમણ છે, એ આલોચના છે ને એ જ સમાધિ છે. માટે વારંવાર આ બાર વિષયોની અનુપ્રેક્ષા – વિચારણા કરતા.
રહેવું.
પ૩૧..
૩૧. લેણ્યાસૂત્ર ક્રમશ: શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ એવી તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ વેશ્યાઓ ધર્મધ્યાનની અવસ્થામાં રહેલી વ્યક્તિને હોય છે. દરેકના તીવ્ર-મંદરૂપે પાછા અનેક પ્રકાર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org