________________
પ૦૫.
૫ ૦પ.
૩૦. અનુપ્રેક્ષાસૂત્ર ધર્મધ્યાનથી પોતાના ચિત્તને જેણે સારી રીતે ભાવિત કર્યું હોય તેવો મુનિ, ધ્યાન પૂરું થયા પછી પણ સતત અનિત્યાદિ અનુપ્રેક્ષા–ભાવનાઓમાં મનને જોડી રાખે.
પ.૦ ૬.
અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, ધર્મ, બોધિદુર્લભતા–આ બાર વિષયની અનુપ્રેક્ષા વારંવાર કરવી જોઈએ.
પ૦૭.
(અનિત્યત્વ.) જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે, યૌવનની સાથે જરા જોડાયેલી છે. સંપત્તિ આવે છે તેમ જાય છે પણ ખરી. અહીં બધું જ નાશવંત છે એ સત્ય સમજી
લો.
પ૦૮.
મહામોહમાંથી બહાર આવી, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે એ સત્ય પિછાણી મનને વિષયોમાંથી પાછું વાળો, જેથી પરમ સુખ પ્રાપ્ત થાય.
પ૦૯.
(અશરણતા.) ધન, પશુ, પરિવાર વગેરેને મૂઢ જીવ આધાર ગણે – “આ મારાં છે, હું તેમનો છું” એમ માને છે, પરંતુ એમાંનું કોઈ રક્ષણ કે શરણરૂપ બનતું નથી.
૫૧ ૦.
આસક્તિઓ તજું છું. મનમાં ઊંડે ઊંડે ખૂંચી ગયેલાં માયા, મિથ્યાત્વ અને નિદાન (આકાંક્ષા)ના શલ્યને ખેંચી કાઢું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ જ હવે મારાં રક્ષણ અને શરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org