________________
મોક્ષ માર્ગ
૪૮૫.
૧૫૩ ચિત્ત એક વિષયના અવલંબને ચિંતન કરતું રહે તે ધ્યાનની અવસ્થા છે. ચિત્ત ચલાયમાન હોય ત્યારે કાં તો ભાવના હોય, કાં અનુપ્રેક્ષા અને કાં તો અન્ય કોઈ ચિંતન. પાણીમાં મીઠું ઓગળી જાય તેમ જેનું ચિત્ત ધ્યાનમાં વિલીન થઈ જાય છે તે વ્યક્તિની અંદર શુભ-અશુભસર્વ કર્મોને ભસ્મ કરનારો આત્માગ્નિ પ્રગટ થાય છે.
૪૮૬.
૪૮૭.
જ્યારે સાધકમાં રાગ નથી રહેતો, દ્વેષ નથી રહેતો, મોહ નથી રહેતો, તેમજ મન-વચન-કાયાનું સ્પંદન પણ નથી રહેતું ત્યારે તેની અંદર શુભ-અશુભ સર્વ કર્મોનું દહન કરનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. શરીરની અને આહારની શુદ્ધિપૂર્વક પૂર્વ કે ઉત્તર દિશાની સન્મુખ સુખાસનમાં બેસી શાંત ચિત્તથી ધ્યાનનો અભ્યાસ કરવો.
૪૮૮.
૪૮૯-૪૯૦.
મન-વચન-કાયાની હલચલ અટકાવી દઈને, પલાંઠી મારીને, નાસાગ્રી પર દૃષ્ટિ સ્થાપીને, શ્વાસોશ્વાસને મંદ કરીને, પોતાના દોષોની નિંદા તથા સર્વ જીવો સાથે ક્ષમાપના કરી, પ્રમાદને હઠાવી, ચિત્તને નિશ્ચલ રાખીને ધ્યેય પદાર્થનું ધ્યાન ત્યાં સુધી કરતો રહે કે જ્યાં સુધી ધ્યેય વસ્તુ જાણે સામે પડી હોય એટલું તદાકાર ચિત્ત ન થઈ જાય.
૪ ૯૧.
મન-વચન-કાયાને જેમણે સ્થિર કરી દીધાં છે, જેમનું ધ્યાન નિશ્ચલ થઈ ગયું છે એવા મુનિઓને વસતીથી ભરેલું નગર કે શૂન્ય વન–– બંને વચ્ચે કોઈ અંતર જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org