________________
મોક્ષ માર્ગ
૪૭૯.
૪૮૦.
૪૮૧.
૪૮૨.
૪૮૩.
૪૮૪.
Jain Education International
૧૫૧
જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ.
સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે.
કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે.
પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જવલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે.
૨૯. ધ્યાનસૂત્ર
-
મનુષ્યના શરીરમાં મસ્તક મુખ્ય છે અને વૃક્ષમાં એનું મૂળ મુખ્ય છે, તેમ સાધુના સર્વ ધર્મોમાં ધ્યાન મુખ્ય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org