________________
મોક્ષ માર્ગ
૧૪૯
૪૭ર.
માટે કોઈપણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ, ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે.
૪૭૩.
૪૭૪.
પથારી, આવાસ, આસન, ઉપયોગી ઉપકરણો આપીને સહાયક થવું, આહાર-ઔષધનું દાન કરવું, પઠન-પાઠનમાં સહાય કરવી, મળ-મૂત્રાદિની સફાઈ કરવી, વંદન કરવા.
- સાધુ પુરુષોની આ જાતની સેવાને વૈયાવચ્ચ તપ કહે છે. વિહાર કરવાથી થાકી ગયા હોય, ચોર-હિંસક પશુરાજા - નદી. વગેરેથી તકલીફમાં મૂકાયા હોય, અકસ્માત - રોગ - દુકાળ વગેરેથી મુશકેલીમાં આવી પડયા હોય. તેમની સંભાળ લેવી, રક્ષા કરવી તે વૈયાવચ છે. વાચના(પાઠ લેવો), પરિવર્તના. (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના ( પ્રસન્ન કરવાં), અનુપ્રેક્ષા. ( વિચારવું) અને ધર્મકથા ( અન્યને સમજાવવું) - આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાયના પ્રારંભે મંગળાચરણ કરવું. માન-સન્માનની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કર્મમળની શુદ્ધિ અર્થે ભક્તિપૂર્વક જે વ્યક્તિ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને શ્રુતજ્ઞાન લાભદાયી બને છે.
૪૭પ.
૪૭૬.
૪૭૭.
મુનિ જ્યારે સ્વાધ્યાય-રત હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયના સંયમ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે. તેનું મન એકાગ્ર થાય છે અને વિનયથી તે ભરપૂર હોય છે.
૪૦૮.
જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org