________________
મોક્ષ માર્ગ
૧૪૭
૪૬પ.
ચિત્તવૃત્તિને સમભાવમાં સ્થિર કરીને આત્મનિરીક્ષણ કરવું. તે જિનેશ્વરે કહેલો નિશ્ચયદષ્ટિની આલોચના. તપ છે.
ગુરુ અને વડીલ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, એમને ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક તેમની સેવાભક્તિ કરવી એ વિનયતા છે.
૪ ૬ ૭.
દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઔપચારિકવિનય – આ પાંચ પ્રકારનો વિનયતપ છે, જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે.
એકના અપમાનમાં બધાનું અપમાન છે, એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.
૪૬ ૯.
વિનય ધર્મનું મૂળ છે; વિનયી આત્મા જ ચારિત્ર્યવાન બને છે. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તેને તપ પણ ક્યાંથી હોય ?
૪૭૦.
વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય છે.
૪૭૧.
વિનયપૂર્વક મેળવેલી વિદ્યા આ લોક અને પરલોકમાં ફળદાયી થાય છે. પાણી વગર અનાજ પાકતું નથી તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org