________________
મોક્ષ માર્ગ
૪૪૫.
૪૪૬.
૪૪૭.
૪૪૮.
૪૪૯.
૪૫૦.
૪૫૧.
Jain Education International
૧૪૧
પોતાનાં બળ, દેઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું.
ઇન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. માટે જેઓ જિતેન્દ્રિય છે તે ભોજન કરતા હોય ત્યારે પણ ઉપવાસી છે.
બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કે તેથી વધારે ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે.
જે વ્યક્તિનો જેટલો (એક ટંકનો) આહાર હોય તેનાથી એક કોળિયો અથવા વધુ કોળિયા ઓછાં ખાય એ ઊણોદરી તપ છે.
મુનિ પોતાની ગોચરીનું પ્રમાણ બાંધે, એવી રીતે ઘરનું, દાન દેનારી વ્યક્તિઓનું, પાત્રનું અથવા વસ્તુનું અમુક પ્રમાણ અગાઉથી ધારી લે અને (ગોચરી જતી વખતે) શુદ્ધ વસ્તુનું જ ગ્રહણ કરે તે વૃત્તિસંક્ષેપ અથવા ભિક્ષાચર્યા તપ છે.
દૂધ, દહીં, ઘી વગેરે રસ, પૌષ્ટિક ખાન-પાન અને સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે.
એકાંતવાળા, લોકોની અવરજવર વિનાના, સ્ત્રી-પુરુષપશુ વગેરેથી રહિત સ્થાનમાં બેસવું, સૂવું, રહેવું એ વિવિક્તશય્યાસન (સંલીનતા) તપ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org