________________
૨૮. તપસૂત્ર
(ગ) બાહ્યતપા ૪૩૯.
જેમાં કષાયોને અંકુશમાં લેવાતા હોય, બ્રહ્મચર્યપાલન હોય, જિનપૂજન હોય અને આહારનો(આંશિક અથવા. સંપૂર્ણ) ત્યાગ હોય એ સઘળું તપ છે અને તે પ્રાથમિક કક્ષાના આત્માઓ માટે વિશેષ ઉપયોગી છે
૪૪૦,
તપના બે પ્રકાર છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપ છ જતનો અને આભ્યતર તપ પણ છે જાતની છે.
૪૪૧..
અનશન, ઊણોદરી, ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા -- આ છ પ્રકારનો બાહ્યતપ છે.
૪૪ ૨.
કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટ) સરળતાથી આહારનો ત્યાગ કરવો. એ અનશન તપ છે.
૪૪૩.
શ્રુતાભ્યાસ માટે જે વ્યક્તિ અલ્પ આહાર લે છે તેને સિધ્ધાંતમાં તપસ્વી કહ્યો છે. જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે.
૪૪૪.
અનશન તપ તેને જ કહી શકાય જેમાં મનમાં ખોટા વિચાર ન આવે, ઈન્દ્રિયોને નુકશાન ન થાય અને મનવચન-કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org