________________
મોક્ષ માર્ગ
૪૩ ૩.
૧૩૭ ધ્યાનમાં લીન બનેલો સાધુ સર્વ દોષોને દૂર કરી શકે છે, માટે ધ્યાન જ સર્વ અતિચારો (દોષો)નું પ્રતિક્રમણ
૪૩૪.
દિવસ, રાત, પખવાડિયું, ચાર માસ અને વર્ષ માટે નિયત કરેલ સમયમર્યાદા સુધી, યોગ્ય કાળે, પરમાત્માના ગુણચિંતન સહિત(સ્થિરતા, મન અને ધ્યાનમાં રહી) કાયાને તજી દેવી તેને કાયોત્સર્ગ કહે છે.
૪૩૫.
કાયોત્સર્ગમાં રહેલો સાધક, દેવ, મનુષ્ય, તિર્યચી તરફથી કે બીજા નિર્જીવ પદાર્થો તરફથી જે કોઈ ઉપસર્ગ(કષ્ટ) થાય તેને સમભાવે સહે.
૪૩૬.
સર્વ વાણી-વ્યાપારનો ત્યાગ કરીને અને મનમાં ઊઠનારા શુભ-અશુભ ભાવોને રોકીને શુદ્ધ આત્મભાવમાં રહેવું એ પચ્ચખાણ આવશ્યક છે. (પચ્ચખાણ = ત્યાગ, નિષેધ, પ્રતિજ્ઞા.)
૪ ૩
૭.
જે સ્વભાવને કદી છોડતો નથી, પરભાવને કદી ગ્રહણ કરતો નથી, સર્વ પદાર્થોને જે જાણે છે અને જુએ છે તે હું છું—એમ જ્ઞાની ચિતવે છે.
૪૩૮.
મારાથી જે કોઈ ભૂલ થઈ ગઈ છે તેનો મન-વચનકાયાથી ત્યાગ કરું છું અને કરણ-કરાવણ-અનુમોદન એમ ત્રણ પ્રકારે પૂર્ણ સામાયિકને અંગીકાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org