________________
મોક્ષ માર્ગ
૪૦૭-૦૮.
૧૨૯ ભમરો વૃક્ષના ફુલોમાંથી રસ ચૂસે છે ત્યારે ફૂલને ઈજા પહોંચાડતો નથી અને પોતાને તૃપ્ત કરે છે; એવી જ રીતે લોકમાં જે નિર્લોભી સાધુજનો છે તે દાનમાં મળેલા. આહારથી પોતાનો નિર્વાહ કરે છે.
૪૦૯.
સાધુ પોતાને અર્થે બનાવેલો આહાર કરે તો, એ આહાર નિર્જીવ હોય તો પણ, તેને હિંસાનો દોષ લાગે છે. અને શુદ્ધ આહારની શોધ કરતાં અજાણતાં પોતાના નિમિત્તે બનાવાયેલો આહાર લે તો પણ તે શુદ્ધ રહે છે. પ્રથમ આંખોથી જુએ, પછી જીવજંતુ કે રજ વગેરે દૂર કરે. ત્યારબાદ જ કોઈ પણ વસ્તુને લે અથવા મૂકે. આ આદાન-નિક્ષેપ સમિતિ છે.
૪૧ ૦.
૪૧૧.
સાધુ મળ-મૂત્ર અને અન્ય ફંકવા યોગ્ય પદાર્થોનું વિસર્જન વનસ્પતિ, જંતુ, પાણી વગેરેથી રહિત, વરસતીથી દૂર અને કોઈ જુએ નહિ એવી, ખુલ્લી, એકાંત અને કોઈનો વિરોધ ન હોય એવી જમીન પર કરે. આ ઉત્સર્ગ અથવા પરિષ્ઠાપનિકા સમિતિ છે.
(રૂ) ગુપ્તિ ૪૧ ૨.
વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલા પોતાના મનને મુનિ સાવધાનપણે પાછું વાળી.
(સંભ= માનસિક તૈયારી. સમારંભ = કાર્યની તૈયારી. આરંભ = કાર્યનો આરંભ. મનોગુપ્તિમાં આ ત્રણે માનસિક ક્રિયાના સંબંધમાં સમજવાનાં છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org