________________
મોક્ષ માર્ગ
૩૮૮.
૩૮૯-૩૯૦,
૩૯૧-૩૯૨.
૩૯૩.
૩૯૪.
Jain Education International
૧૨૩
જીવનું મૃત્યુ થાય કે ન થાય, જે યતના(સંભાળ) પૂર્વક કાર્ય નથી કરતો તેને હિંસાનો દોષ લાગે જ છે. પરંતુ સમિતિયુક્ત હોય(સાવધાનીથી વર્તતો હોય) અને (છતાં) ક્યારેક હિંસા થઈ જાય તો પણ કર્મબંધ નથી થતો. સમિતિપૂર્વક કાર્ય કરતા મુનિથી જે અણધારી આકસ્મિક જીવહિંસા થઈ જાય તે દ્રવ્યહિંસા હોય છે, ભાવ હિંસા નહિ, જે અસંયમી છે અસાવધાન છે તે ભલે હમેશાં જીવવધ નથી કરતો, તો પણ તેને સતત હિંસાનું પાપ લાગે છે.
જે સંયમી કે અસંયમી અસાવધ છે તેના હાથે જીવહિંસા થતાં દ્રવ્ય અને ભાવ બંને હિંસાનો દોષ તેને લાગે છે. જે આંતરિક શુદ્ધિવાળો છે, સાવધ છે તેને, તેના હાથે જીવહિંસા ન થાય ત્યારે, દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે અહિંસા જ હોય છે.
સમિતિપૂર્વક ચાલનારા મુનિના પગ નીચે કોઈ સૂક્ષ્મ જંતુ આવી જાય ને મરણ પામે તો તેની હિંસાસંબંધી સૂક્ષ્મ પણ કર્મબંધ તેને થતો નથી એમ આગમમાં કહ્યું છે. જેમ આસક્તિ એ જ પરિગ્રહ છે તેમ આંતરિક પ્રમાદ એ જ હિંસા છે.
જેમ ચીકાશનો ગુણ ધરાવતું કમળનું પાંદડું પાણીથી ભીજાતું નથી, તેમ કાયાથી પ્રવૃત્તિ કરતો હોવા છતાં સમિતિયુક્ત હોવાથી મુનિ કર્મથી લેપાતો નથી.
યતના(જચણા-સાવધાની) ધર્મની માતા છે, ધર્મની પાલિકા છે, ધર્મની વૃદ્ધિ કરનારી છે. યતના એકાંતે સુખદાયી છે.
For Private Personal Use Only
www.jainelibrary.org