________________
મોક્ષ માર્ગ
૩૮ ૨.
૧૨૨૧ સૂર્ય અસ્ત થાય પછી અને ફરી પાછો ન ઊગે ત્યાં સુધી કોઈ પણ જાતના આહારની મુનિએ મનથી પણ ઈચ્છા ન કરવી.
૩૮૩.
ત્રસ અને સ્થાવર એવા અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે રાત્રે જોઈ શકાતા નથી, તો રાત્રે આહારની શુદ્ધિ મુનિ કેવી રીતે કરી શકે ?
૨૬. સમિતિ-ગુપ્તિસૂત્ર (બ) આઠ પ્રવચનમાતા ૩૮૪.
ઈર્યા (ગમન – આગમન), ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ – આ પાંચ સમિતિ છે; મનગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ-એ ત્રણ ગુપ્તિઓ છે.
૩૮૫.
આ આઠને પ્રવચનમાતા કહેવાય છે, કેમ કે જેમ માતા પુત્રને જન્મ આપે છે ને પછી તેનું પોષણ પણ કરે છે તેમ આ આઠ આચારો મુનિના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણોને જન્મ આપે છે ને તેમનું રક્ષણ પણ કરે છે. (સમિતિ = સંભાળપૂર્વક કાર્ય કરવું. ગુપ્તિ = કાર્યથી વિરમી અંતર્મુખ થઈ રહેવું.) આમાંથી પાંચ સમિતિ એ ચારિત્રનો પ્રવૃત્તિમય ભાગ છે અને ગુપ્તિ એ અશુભથી પૂર્ણરૂપે દૂર થવારૂપ ચારિત્રનો નિવૃત્તિમય ભાગ છે.
૩૮૬.
૩૮૭.
ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષી મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org