________________
મોક્ષ માર્ગ
૩૭૫.
૩૭૬.
૩૭૭.
૩૭૮.
૩૭૯.
૩૮૦.
૩૮૧.
Jain Education International
૧૧૯
નિરપેક્ષભાવે સર્વ વસ્તુઓનો ત્યાગ એ સંયમના કિઠન માર્ગે ચાલનારા મુનિનું પાંચમું અપરિગ્રહવ્રત છે.
શરીર ઉપર “આ મારું છે” એવો સંકલ્પ પણ, મોક્ષાભિલાષી મુનિ માટે બંધનકા૨ક છે; માટે ભગવાને શરીરની શુશ્રૂષાનો પણ નિષેધ કર્યો છે.
મુનિ જે અલ્પ ઉપકરણો પોતાની પાસે રાખે તે એવાં જ સ્વીકારે કે જેને ભોગી લોકો પસંદ કરે નહિ અને જેના પર મમત્વ જાગવાનો સંભવ રહે નહિ.
જે શ્રમણ આહાર અને વિહારના વિષયમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને સાધનનો ખ્યાલ કરીને વર્તે છે તે અલ્પ કર્મબંધન કરે છે.
વસ્તુના સંગ્રહને ભગવાને પરિગ્રહ નથી કહ્યો; એ મહર્ષિએ મૂર્છા(આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે.
સાધુ જરા જેટલો પણ આહારનો સંગ્રહ ન કરે. પક્ષી પોતાના પેટમાં સમાય એટલું જ ગ્રહણ કરે છે તેમ સાધુ પાત્રમાં પેટ પૂરતું લે અને વધુ લોભ રાખ્યા વગર વિચરે.
પથારી, પલંગ, ખાન-પાન વગેરે વધુ મળતું હોય તો પણ થોડાની જ ઈચ્છા કરવી; આત્માને સદા પ્રસન્ન રાખો. સંતોષરૂપી ભાથું જેમની પાસે છે તે શ્રમણ ખરેખર પૂજ્ય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org