________________
મોક્ષ માર્ગ
૧૧૭
૩૬૮.
અહિંસા સર્વ આશ્રમોનું હાર્ટ છે. સર્વ શાસ્ત્રોનું રહસ્ય છે, સર્વ ગુણોન અને સર્વ વ્રતોનો નીચોડ છે.
૩૬ ૯.
પોતાના માટે કે બીજાના માટે, ક્રોધથી કે ભયથી, હિંસાત્મક અને અસત્ય વચન ન તો પોતે બોલવું કે ન બીજા પાસે બોલાવવું.
૩૭૦,
ગામમાં, નગરમાં કે વનમાં અન્યની વસ્તુને લેવાની વૃત્તિ ન રાખવી એ ત્રીજું અચૌર્યવ્રત છે.
૩૭૧.
સજીવ કે નિર્જીવ, થોડી કે ઝાઝી – દાંત ખોતરવાની સળી જેટલી વસ્તુ પણ – માલિકની રજા વિના મુનિ લેતા નથી.
૩૭૨.
ગચરી.ભિક્ષા-માધુકરી) માટે ગયેલા મુનિએ ઘરની અંદર બહુ ઉડ જવું નહિ. તે તે ઘરની મર્યાદાને સમજી લઈને અમુક ભાગ સુધી જ અંદર જવું.
૩૭૩.
મૈથુનસેવન અધર્મનું મૂળ છે; મોટા મોટા દોષોનું ઉદ્ભવસ્થાન છે. માટે મુનિઓ મૈથુન સેવનની સર્વથા ત્યાગ કરે છે.
૩૭૪.
વૃદ્ધ સ્ત્રી, યુવતી કે કન્યાને જોઈને અથવા એમની છબીને જોઈને માતા, બહેન કે પુત્રી સમાન ભાવ રાખવો. સ્ત્રીવિષયક કામુક વાતોથી પણ દૂર રહેવું, એવું બ્રહ્મચર્યવ્રત વિશ્વમાં પૂજનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org