________________
મોક્ષ માર્ગ
૩૬ ૨.
૧૧૫ ચિત્તવૃત્તિ અશુદ્ધ છે અને બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરે છે અને પોતાને ત્યાગી સમજે છે એવા ભાવહીન મુનિને એકલા બાહ્ય પરિગ્રહત્યાગથી શો લાભ થશે ?
૩૬૩.
દેહ વગેરેની આસક્તિથી રહિત, ક્રોધાદિ કષાયોથી દૂર રહેનાર અને સ્વમાં લીના સાધુ સાચો ભાવલિંગી મુનિ
૩૬ ૪.
૨૫. વ્રતસૂત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ– આ પાંચ મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ ધર્મનું આચરણ કરે.
૩૬પ.
ગુપ્ત અને ઊંડા દોષ રૂપી શલ્ય જેમાં ન હોય તેને જ સર્વ મહાવ્રતો હોય છે. નિદાન(ભૌતિક આકાંક્ષા), મિથ્યાત્વ(મિથ્યા માન્યતા) અને માયા આ ત્રણ શલ્યોથી વ્રતને હાનિ પહોંચે છે.
મોક્ષસુખની અવગણના કરીને જે અસાર ભૌતિક સુખની માગણી કરે છે તે આત્મા કાચના ટૂકડા માટે ઉત્તમ રત્ન ખોઈ રહ્યો છે.
૩૬૭.
જીવોના વિવિધ કુલ, ઉત્પત્તિ સ્થાન, વિવિધ સ્થિતિઓ વગેરેનું જ્ઞાન મેળવી એ જીવોની હિંસાથી નિવૃત્ત થવાના મનોભાવ એ પ્રથમ અહિંસાવ્રત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org