________________
મોક્ષ માર્ગ
૩૨૪.
૩૨૫.
૩૨૬.
૩૨૭
૩૨૮.
૩૨૯.
Jain Education International
૧૦૩
ભોગોપભોગ પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, પૌષધોપવાસ—આ ચાર શિક્ષાવ્રત છે
ભોગ અને ઉપભોગની મર્યાદારૂપ નવમા વ્રતના બે ભેદ છે : ભોજનની મર્યાદા અને વ્યવસાયની મર્યાદા કંદમૂળ વગેરે અનતકાય વનસ્પતિ, પાંચ બહુબીજવાળાં ફળ તથા મદ્ય-માસ વગેરે પદાર્થોનો ત્યાગ કરવો અથવા પરિમાણ કરવું એ પ્રથમ ભેદ છે ખરકર્મ એટલે કે હિસક ઉદ્યોગો દ્વારા આજીવિકા ચલાવવાનો ત્યાગ કરવો અથવા એવા કાર્યોનું પરિમાણ બાધવુ એ બીજો ભેદ છે
(અનંતકાય=જેના એક સૂક્ષ્મ દૃકડામાં અનંત જીવો હોય એવી વનસ્પતિ )
હિસાદિ પાપમય પ્રવૃત્તિથી (અમુક સમય માટે) વિરમવું એ નિર્મળ અને સુંદર સામાયિક વ્રત છે. ગૃહસ્થનો આ એક શ્રેષ્ઠ ધર્મ છે એમ સમજી આત્મકલ્યાણ અર્થે સુજ્ઞ પુરુષે સામાયિક કરતા રહેવું જોઈએ.
સામાયિકમાં શ્રાવક, સાધુની સમાન કક્ષાએ પહોચે છે, માટે જ ગૃહસ્થે સામાયિક વારંવાર કરવા યોગ્ય છે
સામાયિક કરતી વખતે જે શ્રાવક સુખદુ ખના વિચારમા ડૂબી જઈને સાસારિક ચિંતન કરે છે તેનું સામાયિક વ્યર્થ છે.
તે ચાર
પૌષધ એટલે આત્માની પુષ્ટિ માટેનું વ્રત પ્રકારનું છે · આહાર, શરીરશોભા, મૈથુન અને સાસારિક કાર્યકલાપ આ ચારનો પૂરો અથવા આંશિક(અમુક પ્રહર કે દિવસ માટે) ત્યાગ કરવો સંપૂર્ણ પૌષધ કરવો હોય તો સામાયિક વ્રત પણ સાથે કરવું જોઈએ.
For Private Personal Use Only
www.jainelibrary.org