________________
મોક્ષ માર્ગ
૧૦૧
૩૧૮.
બીજાં. ત્રણ ગુણવ્રત છે : દિશાપરિમાણ, અનર્થદંડવિરમણ, દેશાવકાશિક.
૩૧ ૯.
૩ ૨ ૦.
૩ ૨૧.
વ્યવસાય આદિ કાર્યો માટે ઉપર નીચે તથા તિરછી દિશાઓમાં અમુક અંતર સુધી ગમન-આગમનની મર્યાદા બાંધવી એને ભગવાને શ્રાવકો માટેનું દિશાપરિમાણ. નામનું ગુણવ્રત કહ્યું છે. જે દેશ કે દિશામાં જવાથી વ્રત નો ભંગ થવાની અથવા વ્રતમાં દોષ લાગવાની શક્યતા હોય તે દેશમાં નહિ જવાનો સદંતર નિયમ એ દેશાવકાકિ નામનું બીજું ગુણવ્રત છે. વિના કારણે કર્મબંધન કરવું અથવા અન્યને નિરર્થક દુઃખ દેવું એ અનર્થદંડ કહેવાય છે. તેનાથી વિરમવું એ ત્રીજું ગુણવ્રત છે. અનર્થદંડના ચાર પ્રકાર છે ... દુષ્ટ વિચાર કરવા, અસાવધાનીથી વર્તવું, હિસાના સાધનો. આપવાં, અન્યને પાપકાર્યની પ્રેરણા કરવી. પ્રયોજન હોય અને કાર્ય કરવામાં આવે તો કર્મબંધન ઓછું થાય છે, પ્રયોજન વિના કરવાથી વધુ થાય છે; કારણ કે આવશ્યક કાર્યમાં તો સ્થળ-કાળનો ખ્યાલ રહે છે, અનાવશ્યક કાર્યોમાં એની અપેક્ષા ન હોવાથી પ્રવૃત્તિ અમર્યાદ બની જાય છે
૩ ર ર.
૩ ૨ ૩.
અનર્થદંડવિરમણ વ્રતના પાલન માટે શ્રાવકે અશ્લીલ ભાષા, કુચેષ્ટા, ગપ્પાંબાજી, હિસામાં ઉપયોગી થઈ શકે એવાં ઉપકરણો-સાધનો(સોય-અસ્ત્રો-છરી વગેરે)ના ઉપયોગમાં અસાવધાની, ભોગ-ઉપભોગનો અતિરેક – આટલી વાતોથી બચવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org