________________
મોક્ષ માર્ગ
૩૧૧
૩૧. ૨
૩૧ ૩.
સ્થૂળ અસત્યોનો ત્યાગ એ બીજું વ્રત છે. સ્થળ અસત્યો. પાંચ પ્રકારના છે : કન્યા અંગે જુઠું બોલવું, ગાય ભેંસ વગેરે અંગે જૂઠું બોલવું, જમીન અંગે જૂઠું બોલવું, કોઈની થાપણ ઓળવવી, જૂઠી સાક્ષી ભરવી. (બીજા વ્રતના રક્ષણ માટે) વિચાર્યા વિના - એકદમ બોલવું નહિ, કોઈની છૂપી વાત જાહેર ન કરવી, પત્ની કે પતિની ગુપ્ત વાત પ્રગટ ન કરવી, ખોટી શિખામણ ન આપવી, ખોટા દસ્તાવેજ ન બનાવવા. (ત્રીજા અણુવ્રતમાં) ચોરીની વસ્તુ લેવી નહિ, ચોરી માટે મદદ કરવી નહિ, કરચોરી -દાણચોરી વગેરે રાજ્યવિરુદ્ધ કાર્ય કરવાં નહિ, વસ્તુમાં ભેળસેળ કે વસ્તુના તોલમાપમાં ગરબડ કરવી નહિ, નકલી નાણું ચલાવવું કે બનાવવું નહિ. (સ્વપત્ની સંતોષ રૂપી ચતુર્થવ્રતના પાલન માટે) વેશ્યા અથવા રખાતનો ત્યાગ કરવો, અન્ય કોઈપણ સ્ત્રીથી દૂર રહેવું, અકુદરતી કામક્રીડાથી દૂર રહેવું, પોતાનાં સંતાન સિવાય અન્યના વિવાહકાર્યમાં રસ ન લેવો અને સ્વપત્ની કે સ્વપતિમાં પણ કામભોગની અતિશય ઈચ્છા ન રાખવી. પરિગ્રહની તૃષ્ણાનો અંત નથી. દોષભરપૂર, દુર્ગતિ તરફ દોરી જનારા અમર્યાદ પરિગ્રહથી જેઓ બચવા ઈચ્છે છે તેઓએ આ વસ્તુઓનું પ્રમાણ બાંધી લેવું જોઈએ - જમીન-મકાન, સોનું આદિ કિંમતી ધાતુઓ, ધન-ધાન્ય, દ્વિપદ-ચતુષ્પદ, સરસામાન; શુદ્ધ હદયવાળા શ્રાવકે આ વસ્તુઓનું જે પ્રમાણ પોતે નક્કી કર્યું હોય તેને ઓળંગવું
૩૧૪.
૩૧પ-૩૧ ૬.
નહિ
૩૧૭.
શ્રાવકે સંતોષ કેળવવો, “અજ્ઞાનપણે મે સંગ્રહ કરી. લીધો છે, હવે વધુ સંગ્રહ નહિ કરુ” એવો વિચાર તેણે રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org