________________
મોક્ષ માર્ગ
૭
३०४
માંસાહારથી શારીરિક ઉત્તેજના વધે છે, ઉત્તેજિત વ્યક્તિ મદ્યપાન તરફ વળે છે, પછી જુગાર પણ રમે છે અને આમ એ વ્યક્તિ એક પછી એક બધા દોષોમાં પડે છે.
૩૦પ
કહે છે કે કેટલાક બ્રાહ્મણો ગગનગામી હતા, માંસાહાર કરવાથી તેઓ જમીન પર પડ્યા આમ, વ્યાવહારિક દષ્ટિએ પણ માંસાહાર તજવા યોગ્ય છે.
૩૦૬
માદક પીણાથી ભાન ભૂલેલો માણસ નિદનીય કાર્યો કરે છે અને આ ભવમાં તથા અન્ય ભવોમાં અપાર દુઃખ વેઠે છે.
૩૦૭.
જેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રેરનારી, નિર્મળ, મેરુ જેવી અડગ અને દઢ જિનભક્તિ છે તેને સંસારમાં કોઈ ભય નથી.
3०८
વિનયી વ્યક્તિ શત્રુને પણ મિત્ર બનાવી લે છે. શ્રાવકે મન-વચન-કાયાથી હંમેશાં વિનયશીલ થવું.
૩૦૯
જીવવધ, અસત્યભાષણ, ચોરી, પરસ્ત્રીસેવન, અમર્યાદ સંગ્રહ–આ પાંચે પાપોથી અટકવું અને પાંચ અણુવ્રત કહેવામાં આવે છે.
૩૧ ૦.
મનુષ્યને કે પશુને, ક્રોધ વગેરેના આવેશ હેઠળ બંધન, પ્રહાર, અંગવિચ્છેદ, અતિ ભાર આરોપણ અને આહારની બંધી જેવા કાર્યો દ્વારા દુઃખ ન દેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org