________________
મોક્ષ માર્ગ
લ્પ
ર૯ ૮.
અમુક શિથિલ) મુનિઓની સરખામણીમાં દલાક શ્રાવકો આચરણમાં ચડિયાતા હોય છે, પણ બધા સુશ્રાવકો કરતા એક સુશ્રમણ આચરણમાં ચડિયાતો હોય છે.
ર ૯૯
હું પ્રવ્રજિત બની -શ્રમણ બનીને વિચારવા શક્તિમાન નથી. હું આપની પાસે થી પાંચ અણુવ્રત અને સાત. શિક્ષાવ્રત – એમ દ્વાદશવ્રતરૂપી શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું.
પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એ દેશવિરતિરૂપ ધર્મ છે. આ બાર વ્રત અથવા તેમાંના અમુક વ્રતોનું પાલન કરે તેને શ્રાવક કહેવાય છે. (દેશવિરતિપાપાંનો આંશિક ત્યાગ)
૩૦૧
૨૩. શ્રાવકધર્મસૂત્ર જેને સમ્યગદર્શન અને સમ્ય ગુજ્ઞાન પ્રાપ્ત થયું છે અને જે ઉત્તમ ચારિત્રધર્મનું શ્રમણો પાસેથી પ્રતિદિન શ્રવણ કરે છે તે શ્રાવક છે.
૩૦ ૨
જેને સભ્ય શ્રદ્ધા છે પણ આચરણના વિષયમાં માત્ર અભક્ષ્ય વસ્તુઓનો અને સાત મહાવ્યસનોનો જેણે ત્યાગ કર્યો છે તે દર્શનશ્રાવક કહેવાય છે
૩૦ ૩.
પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, માંસાહાર, અપશબ્દ, ઉગ્ર શારીરિક દંડ અને ચોરી આદિ આર્થિક અપરાધો – આ સાત વ્યસનો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org