________________
મોક્ષ માર્ગ
૨૪૯.
સભ્યત્વરત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો, ઘણાં શાસ્ત્રો જાણતા હોય તોય, આરાધનારહિત હોવાથી ત્યાં ને ત્યાં (સંસારમાં ભમતા રહે છે.
ર૫૦-૨૫૧.
પરમાણ જેટલી પણ રાગાદિભાવ જેની અંદર વિદ્યમાન હોય એવી વ્યક્તિ ભલે સર્વ આગમોની જ્ઞાતા હોય, પણ તેણે આત્માને ઓળખ્યો નથી. આત્માને ન જાણનારો ને તેથી અનાત્માને પણ ન જાણનારો– જીવ-અજી વનો ભેદ નહિ સમજનારો એ આત્મા સમ્યગદષ્ટિ કેવી રીતે હોઈ શકે?
૨૫ ૨.
જેનાથી તત્વબોધ થાય, જેનાથી મન વશ થાય, જેનાથી આત્મા શુદ્ધ થાય એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે.
ર૫૩.
જેનાથી રાગ ક્ષીણ થાય, જેનાથી સપ્રવૃત્તિની રુચિ થાય, જેનાથી મૈત્રીભાવ વિકસે એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે.
૨૫૪
જે પોતાના આત્માને કર્મોથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, એકરસ અને અખંડ સ્વરૂપે અનુભવે છે તેણે સમગ્ર જિનશાસનને જાણી લીધું છે.
૨૫૫.
આ અશુચિમય શરીરથી પોતાને વસ્તુસ્વરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાયકરૂપ જાણે છે તે સઘળાં શાસ્ત્રોને જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org