________________
મોક્ષ માર્ગ
૭૯
ર૪ર.
ધાર્મિક જનોનો પ્રેમી હોય, પરમ શ્રદ્ધાથી તેમની સેવા કરતો હોય અને તેમની સાથે પ્રેમથી સંભાષણ કરતો હોય એ સમ્યગદષ્ટિ આત્મા વાત્સલ્યગુણયુક્ત છે.
૨૪ ૩.
ધર્મોપદેશ વડે, નિર્મળ આચરણ વડે તથા જીવો પર યથાયોગ્ય રૂપે દયા અથવા અનુકંપાની પ્રવૃત્તિ કરીને ધર્મમાર્ગની પ્રભાવના કરવી જોઈએ.
ર૪૪.
પ્રભાવશાળી વક્તા, કથાકાર, તત્ત્વજ્ઞાની, નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), તપસ્વી, વિદ્યાધર, સિદ્ધયોગી, કવિઆ આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાળી પુરુષો લોકોમાં ધર્મમાર્ગનો પ્રભાવ વિશેષરૂપે ફેલાવી શકે છે.
૨૪૫.
૧૯. સમ્યગ જ્ઞાનસૂત્ર શ્રવણ કરવાથી સન્માર્ગની સમજ પડે છે, શ્રવણ કરવાથી પાપની સમજ પડે છે. શ્રવણ દ્વારા બનેનું જ્ઞાન મેળવી, જે શ્રેયકારી લાગે તેનું આચરણ કરવું
૨૪૬
મેળવેલા જ્ઞાનને આધારે નિર્ણય કરી દર્શન, ચારિત્ર અને તપમાં સ્થિર થઈ, જીવનભર આત્મવિશુદ્ધિ કરતો મુનિ અડગપણે વિચરે.
ર૪૭.
સાધક જેમ જેમ રસપૂર્ણ અને નવા નવા શ્રતનું - શાસ્ત્રોનું અવગાહન કરે, તેમ તેમ તે નવો ઉત્સાહ અને નવી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે અને તેમ તેમ વધુ આનંદનો અનુભવ કરે છે. દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી.
૨૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org