________________
મોક્ષ માર્ગ
ર૩પ.
૭૭ હે યોગી. જો તું તારા પરલોકનું કલ્યાણ કરવા ઈચ્છે છે તો ખ્યાતિ, સન્માન, સંપત્તિ કે સત્કારની કામના શા માટે રાખે છે? એ વસ્તુઓથી પરલોકમાં તને શો લાભ થશે?
૨ ૩૬.
જે આત્મા કોઈ પણ પદાર્થના સહજ સ્વભાવ તરફ અણગમો નથી રાખતો તે સભ્યદૃષ્ટિ આત્મા નિર્વિચિકિત્સા ગુણસહિત છે એમ જાણવું.
૨ ૩૭.
જે આત્મા સર્વ વિષયોનો સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરે છે અને સત્યદર્શી છે તેને અમૂઢદષ્ટિ સમ્યગ્ગદર્શનયુક્ત આત્મા જાણવો.
ર ૩૮.
હે મુમુક્ષુ તું સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને સંતોષ જેવા સદ્ગુણોનું સંવર્ધન કરતો રહેજે. ( આ ઉપવૃંહણ અંગ છે.)
૨૩૯.
૨૪૦.
(ધર્મમાર્ગમાં સ્થિર થયેલો સમ્યગ્દષ્ટિ મુમુક્ષ) પ્રશ્નનો ઉત્તર આપતાં શાસ્ત્રનો અર્થ છુપાવે નહિ, અવળો અર્થ કરે નહિ, પોતાના જ્ઞાનનું અભિમાન સેવે નહિં અને પ્રદર્શન પણ કરે નહિ. અન્ય વિદ્વાનનો ઉપહાસ ન કરે અને (લૌકિક તૃષ્ણાને સંતોષનારા) આશીર્વાદ આપે નહિ. જ્યારે પણ મનથી, વાણીથી કે કાયાથી કોઈ સ્કૂલના થાય તો તરત જ લગામ વડે ઘોડો સેકાઈ જાય તેમ, ધૈર્યવાન સાધક પોતાની જાતને અટકાવી લે. તું મહાસાગરને પાર કરી ચૂક્યો છે, હવે કિનારા પાસે આવ્યા પછી કેમ થંભી ગયો છે? શીઘ્રતાથી કિનારા પર પહોંચી જા. હે ગીત - એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. (આ સ્થિરીકરણ અંગ છે.)
ર૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org