________________
ષષ્ઠ ખંડ
: ૫૦૫ : વગેરે જુદાં જુદાં નામ છતાં એ બધાંને અર્થ એક જ છે. એક જ પરમાત્મા એ બધાં નામથી અભિહિત થાય છે.*
તાત્પર્ય એ છે કે તમને ગમે તે મૂર્તિનું અને ગમે તે નામનું આલંબન લે, છતાં જેમની પૂજનીય મૂર્તિને આકાર પ્રકાર કે રચનાપ્રકાર ભિન્ન હોય અથવા જેઓ આદર્શ ઓળખાવવા માટે જુદાં નામે ને ઉપયોગ કરતા હોય તેમની સાથે તે કારણે વિરોધ કે તકરાર કરવાનું કંઈ કારણ નથી.
૪ “બુદ્ધ” એટલે પૂર્ણ શુદ્ધ બુદ્ધિને પ્રાપ્ત થયેલ, અથવા પરમતત્ત્વનો પૂર્ણ જ્ઞાતા. “જિન” એટલે રાગાદિ સર્વ દેષને જીતનાર. “હેલીકેશ” એટલે [ હણીક એટલે ઈન્દ્રિય, અને ઈશ એટલે સ્વામી એ પ્રમાણે ] ઈન્દ્રિયેને સ્વામી અર્થાત્ પૂર્ણ જિતેન્દ્રિય. “શબ્યુ” એટલે પરમસુખનું ઉદ્ભવસ્થાન. “બ્રહ્મા” એટલે પવિત્ર જ્ઞાનમૂર્તિ. “આદિપુરૂષ” એટલે સર્વોત્તમ પુરૂષ. એ જ પ્રમાણે “વિષ્ણુ” એટલે પિતાના ઉચ્ચ જ્ઞાનથી વિશ્વને વ્યાપાર આત્મા. “શંકર ” એટલે સુખકારક, અથવા સુખકારક માર્ગ બતાવતાર. “હરિ' અને “હર” એટલે પ્રાણીઓનાં દુઃખને હરનાર. “મહાદેવ” એટલે પૂર્ણ પ્રકાશથી દેદીપ્યમાન “અહંન” એટલે પૂજ્યતાનું પરમ ધામ.
रागादिजेता भगवन् ! जिनोऽसि बुद्धोऽसि बुद्धि परमामुपेतः । कैवल्यचिद्व्यापितयाऽसि विष्णः शिवोऽसि कल्याणविभूतिपूर्णः ।।
| (લેખકની અનેકાંતવિભૂતિ–ઢાત્રિશિકા ] અર્થાત હે પ્રભુ! તું રાગાદિદોષનો જેતા હોવાથી જિન છે, પરમબુદ્ધિને પ્રાપ્ત થયેલ હોઈ બુદ્ધ છે. કૈવલજ્ઞાનથી વ્યાપક હોવાથી વિષ્ણુ છે અને કલ્યાણવિભૂતિપૂર્ણ હોવાથી શિવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org