________________
થયેલ છે તે પુરુષ પિતાનાં કરેલાં તેમજ નહિ કરેલાં–નહિ કરવાનાં કર્મને સંભારતો નથી. આવા સતિષી પુરુષને જીવન્મુક્ત જાણુ. જીવન્મુક્ત અવસ્થાને જડવત્ ગણું છે તેમ છતાં તે જડવત્ નથી. આગળ આપણે કહી ગયા તેમ શરીરની સંભાળ ન લેવી તે કંઈ જીવન્મુક્તતા કહેવાય નહિ. શાસ્ત્રકારોએ શરીરની અવગણના કરી ધર્મ સાધવાનું કહ્યું નથી. શરીરમાં સંજુ વષન એમ સ્પષ્ટ કહેલું છે. પુરુષે શરીરને મેહ રાખવો નહિ, પરંતુ જીવન્મુક્ત હોય તેણે પણ પ્રારબ્ધ કર્મ પુરાં થાય ત્યાં સુધી તેને અવશ્ય જાળવવું.
आब्रह्मस्तंबपर्यंतमहमेवेति निश्चयी। निर्विकल्पः शुचिः शांतः प्राप्तामाप्तनिवृतः ॥७॥
અર્થ. બ્રહ્મથી માંડીને તૃણપત બધે હું, એક આત્માજ છું, એવા નિશ્ચયવાળો પુરુષ સં૫રહિત, શુદ્ધ અને શાંત રહી લાભાલાભ વગરને હાઈ સુખી થાય છે.
ટીકા. આખા જગતને પિતા સમાન માનનાર પુરુષ લાભાલાભની ચિંતા કરતા નથી. સંસારની ભાવનાઓ તેને અસ્વસ્થ રાખતી નથી અને તેનું મન સર્વદા શાંત રહે છે. આ પુરુષ મુક્તિ મેળવી શકે છે.
नानाश्चर्यमिदं विश्वं न किंचिदिति निश्चयी। निर्वासनः स्फूर्तिमात्रो न किंचिदिति शाम्यति ॥ ८॥
અર્થ. નાના પ્રકારનાં આશ્ચર્યથી ભરેલું આ વિશ્વ કંઈ લેખામાં નથી એ નિર્વાસન પણ સ્મૃતિ માત્ર જીવન ગાળનારે પુરુષ આ બધું કંઈજ કામનું નથી, એમ જાણી શાંત પડી જાય છે.
ટીકા. વિવિધ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલું આ વિશ્વ છે તેમ છતાં તે કુછમાત્ર નથી, એમ માનીને જે પુરુષ તેનાથી અળગો