________________
અધ્યાય ૨ જે.
૨૯
ભાસી પાતામાં રહેલા આત્માના સાક્ષાત્કાર થયા, કે જેના આનંદમાં તેઓ આ રીતે ચિદ્ધન સ્વરૂપને દર્શાવતા જાય છે.
आत्माऽज्ञानाज्जगद्भाति आत्मज्ञानान्न भासते । रज्ज्वज्ञानादहिर्भात तज्ज्ञानाद्भासते नहि ॥ ७ ॥
થૈ. આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે અને આત્મજ્ઞાનથી નથી ભાસતું, દેારડીના અજ્ઞાનથી સર્પ ભાસે છે અને તેનુ ( ઢારડીનું ) જ્ઞાન થતાં સર્પ નથી ભાસતા-ઢેખાતા.૭
ટીકા. જ્યાં લગી આત્મજ્ઞાન નથી ત્યાં લગી જગત સાચું લાગે છે. આત્મજ્ઞાન થતાં તરતજ તે મિથ્યા છે' એવી ખાતરી થઇ જાય છે. દેરી અને સર્પનું દૃષ્ટાંત આપી ગુરુ ખાતરી કરાવે છે -જ્યાં સુધી દારીની પરીક્ષા થતી નથી ત્યાં સુધી દોરીમાં સર્પ ભાસે છે, પરંતુ જ્યારે જ્ઞાન-પ્રકાશથી જોવામાં આવતી સર્પરૂપ દેરી–દારીજ છે, એવા નિશ્ચય થાય છે ત્યારે સર્પના ભ્રમ જતા રહી તેનું સત્ય જ્ઞાન થાય છે અને સર્પ એવા જે ખાટા આભાસ મન ઉપર પડેલા હાય છે તે જતા રહે છે.
प्रकाशो मे निजं रूपं नातिरिक्तोस्म्यहं ततः । यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥ ८ ॥
અર્થે. પ્રકાશ મારુ પેાતાનું રૂપ છે અને હું તેનાથી જુદા નથી, અને જ્યારે વિશ્વના પ્રકાશ થાય છે ત્યારે ખાતરી થાય છે કે, એ મારા પેાતાનાજ ભાસ છે.
ટીકા. પ્રકાશ એટલે નિત્યજ્ઞાન, આવું નાન—જે પ્રકાશ તે મારું સત્યસ્વરૂપ છે અને હું તે જ્ઞાનરૂપ પ્રકાશથી અતિરિક્ત એટલે જુદા—અલગ નથી; અને જ્યારે વિશ્વ એટલે જગત એનાથી પ્રકાશે છે ત્યારે તેમાં પણ મારેાજ ભાસ રહેલા સમજાય છે અને તે આ