________________
અધ્યાય ૧૧ મે.
૧૧:
અર્થ. સ્વરાજ્યમાં કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે ગેરલાભમાં, વસ્તીમાં કે વનમાં, વિકલ્પરહિત સ્વભાવવાળા યાગીને કંઈ વિશેષતા નથી. ચાગીને સુવર્ણ ને લાહ એક સરખાંજ છે. क धर्मः कच वा कामः क चार्थः क विवेकता | इदं कृतमिदं नेति द्वंद्वैर्मुक्तस्य योगिनः ॥ ११ ॥
અર્થ. આ કામ કર્યું, આ નથી કર્યું, એ પ્રકારની કામાની ઘડામેાડીમાંથી મુક્ત થયેલા યાગીને ધર્મ ક્યાં, કામ ક્યાં, અર્થ -ધન ક્યાં અને વિવેકતા પણ ક્યાં ? અર્થાત્ એને આવા વિધિનિષેધ પણ લાગતા નથી, કારણ કે તેણે સર્વસ્વને ત્યાગ કરેલા હાય છે.
कृत्यं किमपि न एव न कापि हृदि रंजना । यथा जीवितमेवेह जीवन्मुक्तस्य योगिनः ॥ १२ ॥
અર્થ. જીવન્મુક્ત ચેાગીને કર્તવ્ય કર્મ જેવું કંઈ રહેતું નથી—–છેજ નહિ; વળી તેના હૃદયમાં કોઇ પ્રકારના અનુરાગ– રજના પણ હાતી નથી એટલે તેને તે, જેવું જીવન હેાય તેવું
ચાલે છે.
ટીકા. જીવન્મુક્ત પુરુષની કાઇ ક્રિયા તેના સંકલ્પથી થતી નથી અને તેને કરવાનું કાઇ કર્મ બાકી રહેલું હતું પણ નથી, કેમકે, તેને ક્રાઇ પણ કામ કરવાની રંજના-અનુરાગ રહેલા હાતા નથી: અનુરાગ–પ્રીતિ–ભાવના વગર કાઇ કાર્ય થતું નથી અને ખરેખરા ચેાગીએ તા ભાવના માત્રના ત્યાગ કરેલા હોય છે, એટલે આ સંસારમાંનું સર્વે તેને મિથ્યાજ થઇ પડેલું—અસત્ય છે. રાગદ્વેષના હતુ જે વિા તે તે તેના અંતઃકરણમાંથી નાશ પામેલી હાય છે અને તે પેાતામાં જગતને અને જગતને પાતામાં જોનાર થઇ રહેલા હોય છે.