________________
અષ્ટાવક્ર ગીતા. आत्मा ब्रह्मति निश्चिल्य भावाभावौ च कल्पिना। निष्कामः किं विजानाति किं बूते च करोति किम् ॥७॥
અર્થ. આત્મા–જીવાત્મા બ્રહ્મજ છે અને ભાવ તથા અભાવ કલ્પિતમાત્ર છે એ નિશ્ચય થયા પછી નિષ્કામ-કામના રહિત થયેલો પુરુષ શું જાણે છે? શું કહે છે? અને શું કરે છે? અર્થાત્ કંઈજ કરતું નથી. જ્ઞાનાગ્નિથી જેનાં કર્મ ભસ્મીભૂત થયાં છે, તેને પછી જાણવાનું, કહેવાનું કે કરવાનું કંઈજ રહેતું નથી. ચેની કેવા હેય.
अयं सोहमयं नाहमित क्षीणा विकल्पनाः । सवमात्मेति निश्चित्य तूष्णीभूतस्य योगीनः ॥ ८॥
અર્થ. આ તે હું, આ હું નહિ, એવા નિશ્ચયથી જેની કલ્પનાઓ ક્ષીણ થઈ ગઈ છે, અને સર્વ આત્મામય છે એવું જેને સમજાયું છે, તે મેગી મૈનજ ધારણ કરી રહે છે.
न विक्षेपो न चैकाम्यं नास्तिबोधो न मूढता । ર દુર ર ર રા સુર્વ-વપરાય યોનિનાદ છે ?
અર્થ. ઉપશાંત થયેલા ગીને વિક્ષેપે નથી અને એકાગ્રતા પણ નથી, અતિ બેધે નથી, તેમ મૂઢતા પણ નથી, વળી તેને સુખે નથી તેમ દુઃખે નથી. તેને પ્રપંચની ઉપાધિઓ નડતી જ નથી.
स्वराज्ये भैक्ष्यवृत्ती च लाभालामे जने वने । निर्विकल्प स्वभावस्य न विशेषोस्त योगनः ॥ १०॥