________________
અધ્યાય ૮ મે.
૧૦૩ અર્થ. વિષયને વેરી તે વિરક્ત અને વિષયમાં લેલુપ તે રાગી કહેવાય છે; પરંતુ ગ્રહણ અને ત્યાગમાં નિરપેક્ષ હોય તે વિરતે નહિ અને રાગવાને નહિ, એમ કહેવાય છે.
ટીકા. જે પુરુષ સ્ત્રી પુત્રાદિકનો ત્યાગ કરી દે છે તે વિરક્ત. અને વિષયની કામનાથી જે તેમાં વળએ રહે છે તે રાગી છે. જે વિષયના ગ્રહણની ઈચ્છા કરતા નથી, તેમ પ્રારબ્ધવશાત મળી આવ્યા તો તેને ત્યાગ પણ કરતો નથી, તે ખરેખર મુમુક્ષુ છે.
हेयोपादेयता तावत्संसारविटपांकुरः । स्पृहा जीवति यावद्वै निर्विचारदशास्पदम् ॥ ७॥
અર્થ. જ્યાં સુધી સેવા આપવા છેડવાની સ્પૃહા છે ત્યાં સુધી પુરુષ સંસાર વૃક્ષના અંકુરને વળગી રહેલેજ છે, એમ જાણવું, કારણ કે જ્યાં સુધી તે જીવે છે ત્યાં લગી અવિચાર દશામાં જતું રહે છે.
ટકા. જે માણસ પૃહાળુ છે કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ચહા કરતા અને ત્યાગ કરતા રહે છે. સંસારરૂપી વૃક્ષના અંકુરને ઉત્પન્ન કરી તેને વધારનારી સ્પૃહાતૃણું છે. આ સંસારના ભોગ વગેરેની તૃષ્ણ જ્યારે છુટે, ત્યારેજ જીવન્મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મન તૃષ્ણામાં રહેલું છે, ત્યાં સુધી પુરુષ ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તને જ્ઞાન થતું નથી.
प्रवृतौ जायते रागो निवृत्तौ द्वेष एव हि । निद्वो बालवद्धीमान् एवमेव व्यवस्थितः ॥ ८॥
અર્થ. પ્રવૃત્તિમાં રાગ ઉત્પન્ન થાય છે અને નિવૃત્તિમાં તે પ્રતિ શ્રેષ ઉપજે છે, તેથી કરીને બુદ્ધિમાન મુમુક્ષુ તે બાળકની માફક નિર્દદ્ધ જેવો થઈ રહે છે.
ના કરવા છેડાને
દા. કારણ