________________
Iૉ
આત્મસ્વરૂપવિચાર
આત્મસ્વરૂપવિચાર આમ જૂઓ તો મહત્ત્વપૂર્ણ કૃતિ નહીં લાગે પરંતુ તેનો વિષય બહુ જ અગત્યનો અને અનિવાર્ય છે. કેમ કે - બધી જ સાધનાનો સાર આત્મામાં સમાયો છે. શ્રીપાળરાજાના રાસમાં ઉપા. શ્રી યશોવિજયજી મ. ફરમાવે છે કે
અષ્ટ સકળ સમૃદ્ધિની, ઋદ્ધિ ઘટમાંહિ દાખી; તિમ આતમ ઋદ્ધિ જાણજો, જિહાં બહુ સૂત્ર છે સાખી.
આગમ નોઆગમ તણો, સાર એ જાણો સાચો;
આતમભાવે થિર હજો, પરભાવે મત રાચો. આઠ પ્રકારની ઋદ્ધિઓની સાચી શક્તિ એક ઘડામાં સમાયેલી હોય છે તેમ આત્માની ઋદ્ધિ શરીરની ભીતરમાં ન દેખાય તેવી રીતે સમાયેલી છે. આગમ કે આગમ સિવાયના શાસ્ત્રનો સાચો સાર બે જ વાક્યમાં સમાઈ જાય છે. એક, આત્મભાવમાં સ્થિર થજો અને બે, પરભાવમાં ખુશ થશો નહિ.
સાધનાનું અંતિમ લક્ષ્ય આત્મા છે છતાં તે એટલો સૂક્ષ્મ છે કે–બુદ્ધિ વગેરે સ્થૂલ સાધનોથી કળાતો નથી. એટલે તેનું શબ્દમાં વર્ણન કરવું પણ શક્ય નથી અને શબ્દમાં ન વર્ણવી શકાય તે વિચારમાં ઝીલાતું નથી. આ કારણે મહાપુરુષોએ આત્માનું અનેક રીતે વર્ણન કર્યું. આ બધાં જ વર્ણનોને બે પ્રકારમાં વહેંચી શકાય. એક, ભાવાત્મક અને બે, અભાવાત્મક ભાવાત્મક વર્ણનમાં આત્મા કેવો છે તેનું વર્ણન કરવામાં આવે. અભાવાત્મકમાં આત્મા શું નથી તેનું વર્ણન કરવામાં આવે. આગમ સૂત્રમાં સિદ્ધના એકત્રીસ ગુણોના વર્ણનમાં આત્મા નથી તે બતાવવામાં આવ્યું છે.
જો વU Mો સે જ છો ? – ઇત્યાદિ. આ જ શૈલીને આશ્રયીને ઉપનિષદમાં નેતિ નેતિ કરીને આત્માનું વર્ણન જોવા મળે છે. પૂ. આનંદઘનજી મ. એ એક પદમાં પણ આજ શૈલી અપનાવી છે. – નદી દમ પુરસા નદી દમ નારી ઇત્યાદિ.
આત્માનું અભાવાત્મક વર્ણન કરવું સહેલું છે. કેમ કે આત્માના ચેતન સ્વભાવથી વિપરીત જડનું ભૌતિક સ્વરૂપ આપણી ઇંદ્રિયો સમક્ષ સ્પષ્ટ છે. આત્માનું ભાવાત્મક શૈલીમાં વર્ણન કરવું એ તુલનાએ અઘરું છે.