________________
श्रुतदीप-१
૯) આરાધનાપતાકા-એ જ નામના બીજાં શાસ્ત્રની રચના શ્રી વીરભદ્રાચાર્યએ કરી છે. તેમાં ૯૮૯
ગાથા છે. તેમાં ચાર બાબતોને નજરમાં રાખી આ જ વાતોનું વર્ણન છે. ૧૦) આરાધનાસાર પર્વતારાધના-આ શાસ્ત્રમાં ૨૬૩ ગાથા છે તેમાં અંતસમયે કરવાનાં વિચારોનો
ઉપદેશ છે. ૧૧) જિનશેખર નામના શ્રાવકને સુલ શ્રાવકે કરાવેલી આરાધના કોઇક શાસ્ત્રમાં છે તેની ૫૪ ગાથા
અંતસમય નજીક આવે ત્યારે ઘણી પ્રેરણા પમાડે છે. ૧૨) નંદનમુનિની આરાધના-અતિપ્રસિદ્ધ છે. મહાવીરસ્વામી ભગવાનના આત્માએ જે ભવમાં ૧૧, ૮૦,
૬૪૫ માસક્ષમણની સાધના કરી તે ભવના મરણ પૂર્વે કરેલી આરાધનાનો શબ્દચિતાર ૪૦ ગાથામાં
છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં પણ ૪૦ ગાથામાં આ જ વિષયનું વર્ણન છે. ૧૩) આરાધનાકુલક-આ શાસ્ત્ર આઠ ગાથામાં અંતસમયે શું કરવું તેનો સંક્ષેપથી સાર દર્શાવે છે. ૧૪) મિથ્યાદુકૃતકુલક-આ નામના બે શાસ્ત્ર છે. એકની નવ ગાથા છે, બીજાની દસ. બંનેમાં અંતસમયે
બધાં જ જીવો સાથે ક્ષમાપના કરવાનો ઉપદેશ છે. ૧૫) આલોચનાકુલક-અગ્યાર ગાથાના આ કુલકમાં વિવિધ દુષ્કતોની આલોચના દર્શાવી છે. ૧૬) આત્મવિશોધિકુલક-બાર ગાથાનાં આ શાસ્ત્રમાં વિવિધ દુષ્કતોની નિંદા અને ગહનું વર્ણન છે. ૧૭) આરાધનાપંચક-શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પ્રેરણાથી મણિરથ વગેરે પાંચ
મહારાજાઓએ સંલેખના સ્વીકારી હતી. અને અંતઃકૃત્ કેવલી બન્યા હતા. તેમણે કરેલી આરાધનાનું
વર્ણન આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી કૃત કુવલયમાલાકથામાં આવે છે. તેની ૩૩૫ ગાથા છે. ૧૮) અંતિમ આરાધના-આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી મ. એ ધર્મરત્નકરંડક નામના શાસ્ત્રની રચના કરી
છે. તેમાં અંતસમયે કરવાની આરાધનાનું વર્ણન ૩૦ ગાથામાં કર્યું છે. ૧૯) સંવેગરંગમાલા-આચાર્યશ્રી રત્નસિંહસૂરિજી મ. એ ૧૫૦ ગાથા પ્રમાણ આ શાસ્ત્રની રચના કરી છે. - તેમાં સમાધિભાવ કેવી રીતે કેળવવો? તેનું વિસ્તારથી વર્ણન છે. મરણની પૂર્વતૈયારી માટે આ શાસ્ત્ર
બહુ ઉપયોગી છે. ૨૦) ચતુર્ગતિજીવક્ષમાપના-આ શાસ્ત્રની ૩૮ ગાથામાં ચારે ગતિના જીવો સાથે ક્ષમાપના કેવી રીતે કરવી
તે જણાવ્યું છે. આપણો જીવ જુદા જુદા ભવમાં હતો ત્યારે બીજા જીવોને તેણે કેવી રીતે દુઃખી કર્યા
હશે. તે બતાવી ક્ષમાપના કરી છે. ૨૧) મૃત્યુમહોત્સવમૃત્યુને તકલીફ માનવાને બદલે ઉત્સવરૂપ કેવી રીતે બનાવી શકાય તેનું વર્ણન ૧૭
શ્લોકનાં આ શાસ્ત્રમાં છે.