________________
१७४
श्रुतदीप-१
અર્થ) મરણ પછી ધન અહીં જ રહી જાય છે. કોઈ સાથે આવતું નથી. ધર્મ કર્યા વગર જીવ ચાલ્યો જાય છે.
તેના બન્ને હાથ હેઠા પડે છે. (૧૫) [मूल| अरिहंत देव सुसाधु गुरु, धर्म ते दया विसाल।
मंत्र तो नवकारपद, अवर म झंखो आल॥१६॥ (અર્થ) અરિહંત દેવ છે, સુસાધુ ગુરુ છે, દયા ધર્મ છે. મંત્રમાં શ્રેષ્ઠ નવકાર છે. બાકી બધી ખોટી જંજાળ
છે (૧૬)
मूल| संतोषि सुखिओ रहे, सदा सुधारस लीन।
इंद्रादिक ते आगले, दीसई दुखिया दीन॥१७॥ (અર્થ) સંતોષી માણસ સુખી રહે છે. તે સદા સમતામાં મગ્ન હોય છે. તેની સામે ઇદ્ર વગેરે દેવતાઓ પણ
દુઃખી દીન લાગે છે. (૧૭) [मूल] परवसता पाछी वलि, गई दीनता दर।
आस पराइं जब तजी, जिउ झीले सुख पूर॥१८॥ (અર્થ) પરવશતા પાછી વળી અર્થાત્ દૂર થઈ. દીનતા પણ દૂર થઈ જાય જ્યારે જીવ બીજા ની આશા છોડી દે
છે ત્યારે સુખનાં સરોવરમાં સ્નાન કરે છે. (૧૮) |मूल| झूरीने झंखर थया, सुख मूके निसास।
कामि कामिनी पगि पडई, आस करइं इम दास॥१९॥ (અર્થ) આશા જીવને દાસ બનાવે છે. આશા ને પરવશ જીવ નિર્બળ થાય છે. ભોગને કારણે નિસાસા મૂકે છે.
કામિની પરવશ જીવ સ્ત્રીને પગે પડે છે. (૧૯) નમૂન अगनि आपथी उपजे, तिसना आप जलाय।
आपे आप विचारता, आप ही बुझाय॥२०॥ (અર્થ) તૃષ્ણા રૂપી અગ્નિ મનમાં જ પેદા થાય છે અને મનને બાળે છે. આપણી જાતને સમજાવીએ તો તૃષ્ણા પોતાની મેળે શાંત થઈ જાય છે. (૨૦)
૪-૮-૨૦૧૫, મંગળવાર