________________
श्रुतदीप-१
પાંચેય પ્રકારના શુભ આશયથી એકાગ્ર ભાવ કેળવાય છે અને જેમ જેમ એકાગ્ર ભાવ વધે છે તેમ તેમ ગુણશ્રેણિ વધે છે. જીવ કર્મના શુભ-અશુભ અનુબંધ છોડીને થોડા જ કાળમાં સિદ્ધિ રૂપી ફળ પામે છે
[गाथा] अनुबंधथी होइ जो कदाचित, अंतरा|ल] भव कोय,
तोहि पणि तस भवसुखोघे मग्नता नवि' होइ। अमृतरस आस्वाद जाण्यो, तेह कुभक्त न खाय,
कर्म वशिं जो खाइ तो पणि, मने नवि लपटाय॥ मन०॥२५॥ [3] પહેલા આયુષ્યનો અનુબંધ થઈ ગયો હોય તો બીજો ભવ થાય છે પરંતુ તે ભવમાં સુખના ઢગલા
વચ્ચે મગ્નતા આવતી નથી. જેણે અમૃતરસનો સ્વાદ જાગ્યો હોય તે વાસી અન્ન ખાય નહીં કર્મને કારણે વાસી અન્ન ખાવું પડે તો પણ મનથી તેમાં રાગ કરે નહીં.
|गाथा) चित्त जनित सुधर्म शुभकृत, अशुभ उपचय हाणि,
परमातमा मन एक रूपइ, धर्म तत्त्व प्रमाणि। पुष्टी तुष्टी अनुबंध न होइ, पुन्य पाप विनास,
हुइ अचल अजर निकलंक भावइ, सदा तत्त्व प्रकाश॥ मन०॥२६॥ [ર્થ ધર્મ ચિત્તમાં જન્મે છે. શુભ ભાવોની વૃદ્ધિ અને અશુભ ભાવોની હાનિને કારણે પરમાત્મા સાથે
મનની એકરૂપતા સધાય છે. તે સાચો ધર્મ છે. આ ધર્મ પ્રાપ્ત થતાં પુણ્ય-પાપ ના અનુબંધ તૂટે છે. તેનાથી પુણ્ય-પાપનો વિનાશ થાય છે અને અચલ, અજર, નિષ્કલંક ભાવે આત્મત્ત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.
[गाथा] एह भाव षोडशके भाख्या, तृतीय षोडशकमाहिं,
गुरुपारतन्त्रे एह समजो, धरो बुद्धि मनमाहिं। समकित अमृतास्वाद पामी, ज्ञानविमल प्रतीत,
करी अर्थ विचार भावो, एह सज्जन रीति॥ मन०॥२७॥ કિર્થ આ ભાવ ત્રીજા ષોડષકમાં કહ્યા છે. તેને ગુરુપારતંત્રથી સમજો, મનમાં ધારણ કરો. સમકિત રૂપી
અમૃતનો આસ્વાદ પામીને નિર્મલ જ્ઞાનથી પ્રતીતિ કેળવીને તેના અર્થ વિચારો, તે સજ્જનોની પરંપરા છે.
१. मग्नताने ज्ञानविमलभक्तिप्रकाश पत्र-१०२