________________
प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन
१५५
(ઢાઈ -૩) [गाथा) त्रिविध विघनजय तीजो लहिइ, शुभ आशय गुणधाम ललना।
जघन्य मध्यम उत्कृष्ट कहिजइ, विघन ते धर्मथी वाम॥१२॥ प्रभु आगम मेरे चित्त वस्यो हो, अहो मेरे ललना, उल्लस्यो सहज स्वभाव। कंटक ज्वर दिगमोह सरिखो, त्रिविध विघन जिम होई। जिम पंथि वांछित पुर गमन, त्रिहुं जयै कामित होय॥ प्रभु०॥१३॥ भव्य पथिक कामिक पर लहवा. कंटक सम प्रतिकल।। शीतादिक बहु परीसह ज्वर सम, विविध रोगादि अनुकूल॥ प्रभु०॥१४॥ मिथ्यात्वादि जनित मन विभ्रम, ते दिगमोह समान। एक एकथी अधिक कहीजई, तस जये धर्म थिर ठाम॥ प्रभु०॥१५॥ धर्मस्थान प्रवृत्तितणुं फल, त्रिविध जये करी थाय। ज्ञानविमल प्रभु नाम कृपाथी, समकित गुण ठहराय॥ प्रभु०॥१६॥ આ ઢાળમાં મઝાનો ઉપદેશ આપતા પૂ. સૂરિદેવ કહે છે મારા મનમાં પ્રભુના આગમ વસ્યા છે. મારો સહજ સ્વભાવ ખીલ્યો છે. પ્રભુની કૃપાથી સમકિત ગુણ સ્થિર થયો છે.
ત્રીજી ઢાળમાં પૂ. સૂરિદેવે વિધ્વજય નામના આશય નું વર્ણન કર્યું છે. જેને કારણે પ્રવૃત્તિ કરતા અધવચ્ચે અટકી જવાય તેને વિજ્ઞ કહેવાય છે. તે ત્રણ પ્રકારના છે. કાંટા જેવું વિપ્ન જઘન્ય કહેવાય. તાવ જેવું વિઘ્ન મધ્યમ કહેવાય. દીશા દિશાભ્રમ જેવું વિઘ્ન ઉત્કૃષ્ટ કહેવાય.
જેમ કોઈ પુરુષ ગામ જતો હોય તેને રસ્તામાં કાંટો વાગે તો તેની ગતિ અટકી જાય તેમ કાંટા જેવું જઘન્ય વિઘ્ન કહેવાય. જેમ તે પુરુષને રસ્તે ચાલતા તાવ આવી જાય તે મધ્યમ વિપ્ન કહેવાય. જેમ તે પુરુષ રસ્તો ભૂલી જાય તે ઉત્કૃષ્ટ વિબ કહેવાય છે
સાધનાના માર્ગે ચાલતા ભવ્ય જીવોને આવા ત્રણ પ્રકારના વિઘ્ન આવે છે. સાધકનું લક્ષ્ય મોક્ષ હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનો માર્ગ છે. તે ઉપર ચાલતા સાધક જીવો ને ત્રણ પ્રકારના વિઘ્ન આવે છે.
બહારથી આવતા વિદ્ધ જઘન્ય વિદ્ગ કહેવાય છે. જેમ કે ઠંડી, ગરમી, મચ્છર વગેરે પરીષહો કાંટા જેવા છે. સહનશીલતા કેળવવાથી આ વિદ્ગોને જીતી શકાય છે.
મધ્યમ પ્રકારના વિદ્ગો તાવ જેવા હોય છે. શરીરમાં થતાં રોગો મધ્યમ વિપ્ન છે. તેનાથી લાંબો સમય સુધી પ્રવૃત્તિમાં રુકાવટ આવે છે. હિતકર આહાર-વિહારના સેવનથી આ પ્રકારના વિઘ્નનો જય થઈ શકે છે. - મિથ્યાત્વ વિગેરેને કારણે થતો ચિત્તભ્રમ ત્રીજા વિપ્ન સમાન છે. આ વિદ્ધને કારણે લક્ષ્યથી વિપરીત પ્રવૃત્તિ થાય છે. આ ત્રણે એક એકથી ચઢિયાતા છે.