________________
१२०
श्रुतदीप-१
(ગાથા-૧૫) આ રીતે નિર્મળ ચિત્તથી દ્રવ્યપૂજાની સાથે ઉપર કહેલાં તે તે ભાવોને અંતરમાં જાગૃત કરી ભાવપૂજા કરવી. ત્યાર પછી સત્યરૂપી ઘંટ વગાડવો. જેનો અવાજ ત્રણે ભુવનમાં ફેલાય છે. તેનાથી દુષ્ટકર્મનો નાશ થાય છે.
(ગાથા-૧૬) આ રીતે ભાવના ભાવતાં પરમાત્મા જેની ઉપર પ્રસન્ન થાય છે. તેનો જન્મ સફળ થાય છે. તે પુરુષનો આત્મા ધન્ય છે.
(ગાથા-૧૭) ઉપા. શ્રી યશોવિજયજી મ. કહે છે કે - હે પરમપુરુષ! શામળા પાર્શ્વનાથ ભગવાન! મારી આ અરજી સાંભળીને મને સેવાનો અવસર આપો. અને મારા ભવોભવના કર્મરૂપી આમળા દૂર કરો. પૂજા ચતુર્વિશિતિકામાં આ પછી અનેક ગાથાઓ છે. તેનો અર્થ સ્તવનમાં દર્શાવ્યો નથી. મુખ્યત્વે પૂજા ચતુર્વિશિતિકા માં પૂજાના મહિમાનું વર્ણન છે. દ્રવ્યપૂજા કરતી વખતે કરવાની ભાવનાનો અધિકાર અહીં પૂર્ણ થાય છે. તેથી ઉપાધ્યાયજી મ. એ તેને ગૌણ કર્યો છે.
છે. અહીં સત્ય શબ્દનો અર્થ વિસ્તૃત સમજવાનો છે. સત્ય = મન-વચન-કાયાની સરળતા, સત્ય = પારર્શિતા, પ્રશમરતિનામના શાસ્ત્રમાં કહ્યું છે.
अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैवा सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र।। હોવું કઇક અને બતાવવું કઇંક એ વિસંવાદ છે. જેના જીવનમાં વિસંવાદ ન હોય તેની પાસે સત્ય હોય છે. મનની સરળતા, વચનની સરળતા અને કાયાની સરળતા, આ ચાર પ્રકારનું સત્ય ભગવાનના મનમાં છે. બીજે નથી.)