________________
॥ पूजा- चतुर्विंशतिका ॥१ (अर्थ साथे)
नमिऊण वद्धमाणं धम्मनिहाणं जिणंदणुट्ठाणं। वुच्छामि विबुहजणमणनिव्वुजणयं खु भावविहिं ॥ १ ॥
ધર્મના નિધાન શ્રીવર્ધમાનસ્વામીને નમસ્કા૨ ક૨ીને આત્માર્થી વિદ્વાન લોકોના મનને શાંતિ આપનાર ભાવવિધિરૂપ જિનેશ્વરોને લગતું અનુષ્ઠાન કહું છું(૧)
अज्झप्पजोगजुत्तेहिं भव्वेहिं सयावि सावयजणेहिं। कायव्वा जिणपूया भावप्पसू दव्वगुणजुत्ता॥२॥
અધ્યાત્મયોગયુક્ત ભવ્ય શ્રાવકલોકોએ ભાવ ઉત્પન્ન કરનાર સારભૂત અને ગુણથી યુક્ત પૂજા કરવી भेाखे. (२)
पुज्जाणं जा पूया सा पूया अप्पसुद्धिणो ऊ। अप्पपरम[प्प]रूवप्पगडणसंसाहिणी भणिया ॥३॥
પૂજ્યોની પૂજા આત્મશુદ્ધિનું કારણ છે. તે આત્માના પરમાત્મસ્વરૂપને પ્રગટ કરનારી છે. (૩)
तत्थ य सुहरुड़ भूमी पहुगुणसलिलं खु तत्थ ? दंतवणं ।
जा तज्जोगऽपमत्ता सा या दंतवणसुद्धी ॥ ४ ॥
તેમાં શુભચિ એ ભૂમિ છે, પ્રભુના ગુણરૂપી પાણી દાતણ દાંત સાફ કરવાની ક્રિયા છે, યોગમાં अप्रमत्तता, छांतनी शुद्धि (भावी). (४)
मिच्छत्तमलिणभावावणयण न्हाणं अपच्छि तणुलूहणं । धिइतोसधवलवत्थे कम्मट्ठगत्थगणं मुहकोसो॥५॥
મિથ્યાત્વરૂપી મલિન ભાવ દૂ૨ ક૨વો તે સ્નાન છે અને પછી શરીર લૂંછવું. ધી૨જ અને સંતોષ બે ધોળાં વસ્ત્રો છે, આઠ કર્મને ઢાંકવા તે મુખકોષ છે. (૫)
एकग्गचित्तभावो उवलो सद्धा य चंदणुल्लेवो । सुहझाणरंगजुत्तो पवयणभत्ती परमपत्तं॥६॥
ચિત્તનો એકાગ્ર ભાવ ઓરસીયો છે. શ્રદ્ધા, શુભ ધ્યાનરૂપી રંગથી યુક્ત ચંદનનો ઉપલેપ છે. (અને) પ્રવચનભક્તિ ઉત્તમ વાટકી છે. (૬)
पणववहार पणंगि पवयणजुत्तं विसे भाले । अ(ब)ज्झविभावहरणं निम्मल्लुत्तारणं णेयं॥७॥
૬. આ કૃતિના ભાવાર્થમાં સંદિગ્ધ સ્થળોએ પ્રશ્નચિહ્ન (?) મૂક્યું છે તેથી અન્ય વિદ્વાનો ભૂલ જણાય તો સુધારી શકશે. २. सुत्तत्थ इति मुद्रितः पाठः ।