________________
૧૧).
૧૦) પરંતુ અશુદ્ધિની સમસ્યાનો ઉકેલ આવવાને બદલે કેટલેક અંશે તે વધી ગઈ. મુદ્રણ વખતે નવી અશુદ્ધિઓનો પ્રવેશ
થયો. શાસ્ત્રોના અર્થઘટનમાં મુશ્કેલી પડવા લાગી. તજ્જ્ઞ વિદ્વાનોને આ અશુદ્ધિઓ ધ્યાનમાં આવવા લાગી અને તેમણે વ્યક્તિગત સ્તરે દરેક શાસ્ત્રોની મૂળ પ્રાચીન પ્રમાણિત હસ્તપ્રતો જોઈ તેને સુધારવાનો પ્રયાસ કર્યો. સમીક્ષિત સંપાદન પદ્ધતિનો સ્વીકાર અને કાર્યાન્વયન (Implementation)
થયું. અત્યાર સુધી બધું મળીને ૫ થી ૧૦ટકા શાસ્ત્રોનું શુદ્ધ સંપાદન થયું છે. ૧૨) વર્તમાન શ્રમણપ્રધાન સંઘનું કર્તવ્ય, ૧. પ્રાચીન શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા, ૨. શાસ્ત્રની શુદ્ધ વાચનાનું નિર્ધારણ ૧૩) હસ્તપ્રતોનું રક્ષણ નહીં થાય તો શાસ્ત્રોનો નાશ થઈ જશે. અશુદ્ધ પાઠની પરંપરા જો આમની આમ ચાલશે તો શાસ્ત્ર
વિકૃત થઈ જશે અને અર્થનો અનર્થ થઈ જશે. ૧૪) શ્રતભવનનું દર્શન (Vision) - ‘સમગ્ર જૈન શાસ્ત્રોની શુદ્ધ વાચના તૈયાર કરવી.' ૧૫) આ દર્શનને સાકાર કરવા માટે (Mission)
૧. સમગ્ર જૈન હસ્તપ્રતોનું દસ્તાવેજીકરણ (Documentation) ૨. સમીક્ષિત સંપાદન પદ્ધતિ, ભાષા, તત્ત્વજ્ઞાન, હસ્તપ્રત વિજ્ઞાનની અકાદમીનું નિર્માણ
(દસ વર્ષમાં ૫૦ સમીક્ષક સંપાદક વિદ્વાનો તૈયાર કરવા.)
૩. વર્તમાનમાં અને ભવિષ્યમાં જૈન શાસ્ત્રોની પ્રાસંગિકતા અને ઉપયોગિતાનું પ્રસ્થાપન ૧૬) પ્રકલ્પ (Projects)
૧) શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ - આપણાં અનેક પ્રાચીન શાસ્ત્રો હજી પ્રકાશિત નથી થયાં. અનેક છપાએલાં શાસ્ત્રોનું
શુદ્ધિકરણ આવશ્યક છે. “શ્રુતભવનમાં આ શાસ્ત્રોની સુધારેલી આવૃત્તિ તૈયાર થઈ રહી છે. આ પ્રકલ્પથી આપણાં
શાસ્ત્રો શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. ૨) વર્ધમાન જિનરત્ન - જિન શાસનના ઇતિહાસમાં આજ સુધી લખાએલાં બધાં જ શાસ્ત્રોની વિશાળ યાદી તૈયાર કરવી.
વર્તમાન જિનરત્નકોશમાં ૧૦ લાખ કરતાં પણ વધારે હસ્તપ્રતોની માહિતી પ્રાપ્ત થશે. ૩) અભ્યાસવર્ગ પ્રકલ્પ - શાસ્ત્રોનું સંશોધન એ સહેલું કાર્ય નથી. વિશાળ શાસ્ત્રોના સંશોધન માટે ‘કુશળ માનવ સંસાધન' (Skilled Human Resource) આવશ્યક છે. શ્રુતભવને આ બીડું ઝડપ્યું છે. અહીં સંસ્કૃત – પ્રાકૃત લઈ M.A. થએલા વિદ્યાર્થીઓ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાન તથા લિપિવિદ્યા, સંશોધનવિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા
શ્રુતભવનના આ કાર્યમાં અનેક ગચ્છ અને સંપ્રદાયના અનેક આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન મળી રહ્યું છે. શ્રુતસમર્પિત અનેક સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે. ૧૭) ઉપલબ્ધિ - લગભગ ૧૦,૦૦૦ પત્ર (૧૦૦ શાસ્ત્રો)નું સંપાદન પૂર્ણ થયું છે. - લગભગ ત્રણ લાખ પ્રતોનું
દસ્તાવેજીકરણ.- ૧૨ પંડિત તાલીમ હેઠળ છે. - ૮ વિદ્યાર્થી કેટલોગ (કોષ)ની આધુનિક પદ્ધતિથી તાલીમ હેઠળ છે. ૧૮) આગામી લક્ષ્ય ૧) જૈન વાયનો વિશ્વકોશ - સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયેલ સમગ્ર જૈન કૃતિ અને કૃતિકારોનો
પરિચયાત્મક કોશ ૨) લોકપ્રકાશ - (કર્તા-ઉપા.શ્રી વિનયવિજયજી મ.સા. રચિત) જૈન વિશ્વકોશ સમાન ગ્રંથનું વિશિષ્ટ સંપાદન. ૩) સમગ્ર જૈન હસ્તપ્રતોનું ડીજીટાઈડ કોપીના આધારે સૂચિપત્ર
શ્રુતભવનમાં કલાપૂર્ણ જિનમંદિર, શ્રુતદેવતા સરસ્વતીની અત્યંત સુંદર પ્રતિમા, પ્રાચીન પટ, શંખ પર લખાએલું બારસા સૂત્ર વગેરે દર્શનીય છે. શ્રુતભવન એ “શુભાભિલાષા (રીલીજીયસ) ટ્રસ્ટ”ના નામથી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધણી થયેલી ધાર્મિક સંસ્થા છે.