________________
अर्वाचीन गुजराती कृति
१४५
ઉ. હું શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહાર નયે પૂછ્યું તમે ક્યાં વસો છો? ઉ.હું સંથારા-બિછાના ઉપર બેઠો છું. પછી તેણે ઋજુસૂત્ર નયને મને પૂછ્યું તમે ક્યાં વસો છો? તેણે કહ્યું-હું ઉપયોગમાં રહું છું. અહીં જ્ઞાન-અજ્ઞાનનો ભેદ પાડવામાં આવતો નથી.) પછી તેણે શબ્દ નયને મને પૂછ્યું-તમે ક્યાં રહો છો? તેણે કહ્યું હું સ્વભાવમાં રહું છું. પછી તેણે સમભિરૂઢથી પૂછયું - તમે ક્યાં રહો છો? તેણે કહ્યું-હું ગુણમાં રહું છું. પછી એવંભૂત નયને અનુસરી પૂછયું તમે ક્યાં રહો છો? તેણે ઉત્તર આપ્યો કે હું જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપ ગુણમાં રહું છું. આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતે નય ઘટાવી શકાય છે. હવે જીવ (આત્મા) ઉપર ઘાવી સમજાવે છે.
જીવ ગુણ-પર્યાય સહિત છે. શરીરમાં જીવપણું માનવાથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સર્વે જીવમાં ગણાણા, તે નૈગમ ના સમજવો.
અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશ ટાળી બાકી સર્વ દ્રવ્ય ગણાણા, એ સંગ્રહ નયનો મત છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા બીજા પુદ્ગલો ટાળ્યા પણ પંચેન્દ્રિય મન લશ્યાના પુદ્ગલ છે તે જીવમાં ગણ્યા તે વ્યવહાર નયનો મત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - એ નયના મતથી એમ મનાય છે કે જે વિષયાદિક છે તેને તો ઈન્દ્રિયો રહે છે. તેથી તે જીવથી જુદાં છે છતાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે.
જે ઉપયોગવંત છે તે જીવ છે. એટલે સર્વ ઈન્દ્રિયાદિકને જીવથી જુદા ટાળ્યા અને જ્ઞાન તથા અજ્ઞાનનો ભેદ જીવથી જુદો ટાળ્યો નહિ, એ ઋજુસૂત્ર નયનો મત છે.
નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણી કે નિર્ગુણી એવો ભેદ ન ગણ્યો એ શબ્દ નયનો મત છે.
જે જ્ઞાનાદિ ગુણવંત તે જીવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિક સાધક સિદ્ધરૂપ પરિણામ તે જીવનું સ્વરૂપ છે, આ પ્રમાણે માનવું તે સમભિરૂઢ નયની પ્રવૃત્તિ છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર જે શુદ્ધ સત્તા માત્ર તે જીવ છે, એવી રીતે સિદ્ધઅવસ્થાના ગુણોનું ગ્રહણ કરવું તે એવંભૂત કહેવાય છે.