________________
१३८
नयामृतम्-२
() ઋજુસૂત્ર નય - આ નય હંમેશાં વર્તમાનકાળની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાળ કુટિલ હોવાથી તેનો ત્યાગ કરે છે. ઋજુ શબ્દનો અર્થ સરલ થાય છે, એટલે વર્તમાનકાળ ભાવી વસ્તુને તે માને છે. ભૂતકાળ નષ્ટ થયેલો છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયેલો નથી. તેથી તે બંને અસત્ છે. જે તેવી અસત્ વસ્તુને માનવી તે કુટિલતા છે, માટે તેને માનતા નથી. આવી ઋજુસૂત્ર નયની મુખ્ય માન્યતા છે.
ઋજુસૂત્ર નયમાં સૂત્ર શબ્દનો અર્થ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે. એટલે ઋજુ-સરલ છે વ્યવહાર-પ્રવૃત્તિ જેમાં, તે ઋજુસૂત્ર નય કહેવાય છે. અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રુત એવો શબ્દ પણ હોઈ શકે છે. એટલે તેનો એવો અર્થ થાય છે કે જેનું શ્રુત-જ્ઞાન સરલ હોય છે, તે ઋજુશ્રુત અર્થાત્ શેષ જ્ઞાનમાં મુખ્ય ઋજુશ્રુત કહેવાય છે. વળી તેવા પરોપકાર સાધન વડે શ્રુતજ્ઞાનને જ્ઞાન માને છે. કારણ-પરની વસ્તુથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી. માટે જે પર વસ્તુ છે તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસકજાતિ એ જુદી જુદી જાતિવાળા અને એકવચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એક જ વસ્તુને જણાવે છે. જેમકેતટ શબ્દની તટ:, તટી, તટ-એ ત્રણે જાતિ અને ગુરુ, ગુરૂ, મુર:- એ ત્રણે વચનો-તે જાતિ અને વચનથી એક જ વસ્તુ છે એમ એ નય દર્શાવે છે. તેમ જુસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ, સ્થાપના વિગેરે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે અને જે નય આગળ કહેશે તે અતિ શુદ્ધ હોવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુના ભેદ માને છે. અને નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણ નિક્ષેપોને માનતા નથી. આ પ્રમાણે ઋજુસૂત્ર નયની પ્રરૂપણા છે.
વિશેષ જે નય વર્તમાન પરિણામ ગુણગ્રાહી છે. જેમ કોઈ જીવ ગૃહસ્થ છે પણ અંતરંગ મુનિપરિણામે વર્તે છે તેથી મુનિ કહે અને મુનિમાં ગૃહસ્થના ગુણ હોવાથી ગૃહસ્થ કહે તે જે જેવો હોય તેવો બોલાવે.) એટલે કે-આ નય ભૂત-ભવિષ્યથી રહિત કેવળ વર્તમાનકાળનો જ સ્વીકાર કરે છે. તેમાં પોતાના આત્માના અનુકૂળ કાર્યના પ્રત્યયને માને છે, પણ પર પ્રત્યયને નહિ. તેના બે ભેદ-(૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર (૨) સ્કૂલ ઋજુસૂત્ર
૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર-એટલે તે સૂક્ષ્મ પર્યાયને માને છે કેમકે આ નયની અપેક્ષાએ સર્વ પર્યાય ક્ષણિક છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે થાય છે. અને તેથી વર્તમાનકાળે જે પર્યાયની સ્થિતિ વર્તતી હોય તેને આ નય ગ્રહણ કરે છે. જે પર્યાય વર્તમાનકાળે વર્તતો હોય તે જ અનુકૂળ વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તે સૂક્ષ્મ ઋજુસૂત્ર.
૨) સ્થૂલ ઋજુસૂત્ર-આનો અર્થ એવો છે કે-શૂલપણે વર્તમાન મનુષ્યાદિ પર્યાયને માને છે, પણ અતીત અનાગત નારક, તિર્યંચ આદિ પર્યાયને માને નહિ. વ્યવહાર નય છે તે તો ત્રણે કાળના પર્યાયને ગ્રહણ કરે છે. તેથી કરીને પૂલ ઋજુસૂત્ર નયની સાથે વ્યવહાર નયનો સંકર દોષ થાય છે એમ સમજવું નહિ. કેમકેભૂત-ભવિષ્યની કડાકૂટથી રહિત એવા સરલ વર્તમાન ક્ષણ સ્થાયી પર્યાય માત્ર સૂચિત કરવા રૂપ જે નયનો મુખ્ય અભિપ્રાય છે તેને જ ઋજુસૂત્ર કહે છે.
(૫) શબ્દનય- અર્થને ગૌણપણાથી અને શબ્દને મુખ્યપણાથી જે માનવામાં આવે તે શબ્દ ન કહેવાય