________________
अर्वाचीन गुजराती कृति
१३३
() ચાતુ અવક્તવ્ય-અસ્તિધર્મ અને નાસ્તિધર્મ વસ્તુમાત્રમાં સાથે સાથે વિદ્યમાન છતાં તે ઉભય એક જ સમયમાં કહી શકાતા નથી. વળી અતિધર્મ અનંતા છે તેમ જ નાસ્તિધર્મ પણ અનંતા છે તો તે એક જ સમયમાં સાથે શી રીતે કહી શકાય? માટે તે અવક્તવ્ય છે એવો વિકલ્પ પણ પ્રભવે છે.
(૫) સ્યાત્ અતિ અવક્તવ્ય-અસ્તિધર્મ પણ અનંતા છે તેથી સર્વ અસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે. આ ભંગીમાં મુખ્યપણે અસ્તિ ધર્મસમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે.
(૬) સાત્ નાસ્તિ અવક્તવ્ય-નાસ્તિધર્મ પણ અનંતા છે તેથી સર્વ નાસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે. આ ભંગીમાં મુખ્યપણે નાસ્તિધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે.
(૭) સ્વાતુ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-અત્ર ભંગીમાં અસ્તિ નાસ્તિ ઉભય ધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે. જેમ જીવાદિક વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વ આશ્રી સપ્તભંગી બતાવી તેમજ નિત્યત્વ અનિત્યત્વ ધર્મ આશ્રી પણ સપ્તભંગી પૂર્વાપર વિરોધ રહિત સમજી લેવી.
(૧) સ્થાનિત્ય પર્વ નીવઃ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી). (૨) સ્થાનિત્ય જીવ નીવઃ પર્યાયાર્થિક નયની અપેક્ષાથી) (૩) સ્થાનિત્ય પર્વ નિત્ય વ નીવઃ (ઉભય નયની અપેક્ષાથી) (૪) સર્વત્ર જીવ નીવઃ નિત્ય અનિત્ય ધર્મોને યુગપત્ કહી નહી શકવાથી) (૫) નિત્ય : (નિત્ય અનંત ધર્મો પણ કહી નહી શકવાથી) (૬) નિત્ય સવરૂધ્યેઃ (અનિત્ય અનંત ધર્મ પણ કહી નહિ શકવાથી)
(૭) ચનિત્ય પર્વ નીવ: સ્થાનિત્યઃ ચાવડ્યઃ (નિત્ય અને અનિત્ય અનંત ધર્મોને એકી સાથે કહી નહિ શકવાથી.).
હવે પ્રસંગોપાત ચાર નિક્ષેપાનું સ્વરૂપ લેશ માત્ર કહીએ છીએ.
(૧) નામનિક્ષેપો-ગુણની અપેક્ષા રાખ્યા વિના ગમે તે સચેત અચેત કે મિશ્ર વસ્તુનું જે નામ રાખવામાં આવે છે, જેમકે કિશોરચંદ, સુખલાલ, મહાદેવ પ્રમુખ.
(૨) સ્થાપના નિક્ષેપો-કોઈ પણ વસ્તુનું લખેલું આલેખેલું કે કલ્પના કરેલું રૂપ વિશેષ. સ્થાપના બે પ્રકારની છે. ૧) સદ્ભુત સ્થાપના ૨) અસલ્કત સ્થાપના. તે પણ અલ્પ કાળ માટે, તેમ જ કાયમ માટે એમ બે પ્રકારે હોઈ શકે છે. તે અનુક્રમે ઇત્વર કાલિક અને યાવત્રુથિક કહેવાય છે.
(૩) દ્રવ્ય નિક્ષેપો-ભાવ હેતુક યાને વસ્તુ સ્વરૂપ નિમિત્ત ભૂત દ્રવ્ય નિક્ષેપો કહેવાય છે. (૪) ભાવ નિક્ષેપો અમુક વસ્તુના સદ્ભૂત ગુણયુક્ત ભાવને ભાવ નિક્ષેપો કહે છે.
ઉક્ત ચાર નિક્ષેપા હરેક વસ્તુ ઉપર લાગુ પડે છે. તેમાં જેનો ભાવ સાચો છે તેના નામાદિક સમસ્ત નિક્ષેપા સફળ છે અને જે સદ્ભાવ શૂન્ય છે તેના શેષ નિક્ષેપ પણ અફળ છે. દાખલા તરીકે અરિહંત, સિદ્ધ, ભગવાન, ભાવાચાર્ય, ઉપાધ્યાય તથા નિગ્રંથ મુનિરાજ પ્રમુખના સર્વ નિક્ષેપા સફળ જ છે.