________________
अर्वाचीन गुजराती कृति
१२९
નય૨હસ્યગર્ભિત સવાસો ગાથાનું સ્તવન – આ સ્તવન પણ સીમંધરસ્વામી ને વિજ્ઞપ્તિરૂપે છે. એના કર્તા પણ ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં અગિયા૨ ઢાલ છે. એના વિષય અનુક્રમે નીચે મુજબ છેઃ—
શુદ્ધ દેશનાનું સ્વરૂપ, આત્મસ્વરૂપનો પરિચય, આત્મ તત્ત્વનો વિચાર, શુદ્ધ નયનો વિચાર, વ્યવહારની સિદ્ધિ, મુક્તિનો માર્ગ, દ્રવ્ય ભાવ સ્તવ, જિનપૂજાથી નિર્જરા અને સાચી ભક્તિ યાને પ્રભુ પ્રત્યે પ્રેમ.
નય વિચાર યાને સાત નયનો રાસ –દાર્શનિક વિષયને અંગે રાસ રચવાની પહેલ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ક૨ી છે. એ અ૨સામાં માનવિજયે નૈગમાદિ સાત નયોને અંગે રાસ રચ્યો છે.
નયચક્રરાસ — વિ. સં. ૧૭૨૬ માં હેમરાજે આ રાસ રચ્યો છે.
સમકિતના ષસ્થાન સ્વરૂપની ચોપાઈ – આને સમ્યક્ત્વચતુષ્પદી પણ કહે છે. એમાં સમ્યક્ત્વનાં છ સ્થાનોનું નિરૂપણ છે. ન્યાયાચાર્ય યશોવિજયગણને હાથે ઇદલપુર’ ના ચોમાસા દરમ્યાન વિ. સં. ૧૭૩૩ માં થઇ છે. આના ઉપર ટબ્બો છે. આ મૂળ કૃતિના આદિમ અને અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ ( ભા.૨, પૃ. ૩૪-૩૫) માં છે. સમગ્ર કૃતિ જૈન કથારત્નકોષ (ભા. ૫, પૃ. ૨૮૨–૩૧૯) માં છપાઇ છે. આ કૃતિ ગુર્જરસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૫૫૪–૫૭૧) માં પણ પ્રકાશિત થયેલી છે. એમાં અંતમાં સંસ્કૃતમાં લખાણ છે. આ ચોપાઇમાં આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરાયું છે અને બૌદ્ધ મતને માન્ય ક્ષણિકવાદનું નિરસન કરાયું છે. જીવ કર્તા તેમજ ભોક્તા છે. આ વાતનું અહીં પ્રતિપાદન છે. અનિર્વાણવાદ અને નિયતિવાદનું અહીં ખંડન કરાયું છે.
–
સમ્યક્ત્વવિચા૨ગર્ભિત મહાવી૨ જિન સ્તવન – ઉત્તમસાગ૨ના શિષ્ય ન્યાયસાગરે આ સ્તવન છ ઢાલમાં વિ. સં.૧૭૬૬ માં રચ્યું છે અને એ “શ્રી” દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ” માં પૃ. ૪૯-૫૯માં છપાયું છે. આમાં સમ્યક્ત્વના બે, ત્રસ, પાંચ અને દસ પ્રકારોનું નિરૂપણ છે. ત્યારબાદ યથાપ્રવૃત્તિક૨ણ વગેરેનો વિચાર કરાયો છે. વિપાકોદય અને પ્રદેશોદય સંબંધી કેટલીક બાબત રજૂ કરાઈ
છે.
–
સંયમશ્રેણિનું સ્તવન – ઉત્તમવિજયે આ સ્તવન સુરતમાં વિ. સં. ૧૭૯૯ માં ચાર ઢાલમાં રચ્યું છે અને એ ઉપર્યુક્ત શ્રી દંડકાદિસંગ્રહ માં છપાયું છે.
-
અધ્યાત્મકલ્પદ્રુમચોપાઇ – સહસ્રાવધાની મુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમના અનુવાદરૂપે આ ચોપાઈ રંગવિલાસે વિ.સં. ૧૭૭૭ માં રચી છે.
૧. આ સજ્ઝાયની એક હાથપોથી વિ. સં. ૧૭૩૬માં લખાયેલી છે.
૨. એમને અંગેના સાહિત્ય માટે જૂઓ સીમંધરસ્વામી શોભાતરંગનો મારો “પરિચય” (પૃ.૬૪-૬૮)
૩. વસ્તુતઃ આ ગુજરાતી પદ્યકૃતિ નથી પણ દિગંબર પંડિત દેવસેન કૃત નયચક્ર ૫૨ નિબંધ જેવી કૃતિ છે. તેની હસ્તપ્રત જોતાં આ માહિતી મળી છે. સં.
૪. આ સંગ્રહના પ્રકાશક માસ્તર ઉમેદચચંદ રાયચંદ છે અને એમણે આ સંગ્રહ ઇ. સ. ૧૯૨૦ માં છપાવ્યો છે.