________________
૪૫૮
જિન સ્તવના
જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનકો, બદલા દેશું સોય. પ
જૈન ધર્મ શુદ્ધ પાયકે, એહ અચંબા હો રહ્યા,
વરતું વિષય કષાય; જલમેં લાગી લાય. ૬
એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. ૭
સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કીચ, ધોઈ કીચ બીચ ફરું; તેમ મહાપાપી હું તો, માનું સુખ વિષયથી, અમીરીના આશયથી.
કરી છે ફકીરી એવી,
ત્યાગ ન ક૨ સંગ્રહ કરું, વિષય વચન જિમ આહાર; તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. ૧ કામી કપટી લાલચી, કઠણ લોકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. ૨ જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન; કરુણાનિધિ કૃપાળ હે! શરણ રાખ, હું દીન. ૩ નહિં વિદ્યા નહિં વચનબળ, નહિં ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. ૪ આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ; આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ
સમાધિ. પ
સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી જાલ બિછાયકે, શું આપ ધિક્કાર. ૬